હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ પી.એમ.પરીખ જનરલ હોસ્પિટલ સંચાલિત શ્રીજી હોસ્પિટલ ખાતે હાડકાંની તકલીફો સહિતની બીમારીઓને લગતા રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લઇ હાડકાની તકલીફોને લગતા વિવિધ નિદાન કરાવી નિ:શુલ્ક સારવાર મેળવી હતી.
જેમાં હાડકાને લગતા સાંધાના દુખાવા, મણકા, અને નસોની તકલીફ, વા, ફ્રેક્ચર, કે અકસ્માતમાં કે રમતગમતમાં થયેલી ઇજાઓ, નાના બાળકોના પગના પંજાની ખોડખાપણ ઓપરેશન વગર મટાડવા સહિત બાળરોગને લગતી વિવિધ બિમારીઓ, ખોડખાપણની સારવાર તેમજ રસીકરણ વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. અને હાડકાની ધનતા (બીએમડી)ની સંપૂર્ણ તપાસ વિનામૂલ્યે કરી સારવાર કરવામાં આવી હતી.
જેમાં ફેલોશિપ ઇનપીડિયાટ્રિક ઓથોપેડીક (એમ.એસ) ડો.મોહમ્મદ નાજીમ એન. મન્સૂરી અને બાળ અને શિશુરોગના નિષ્ણાત (એમ.બી.બીએ સ.ડી.સી.એચ ) ડો. શબનમ એમ. મન્સુરી સહિત સ્થાનિક તબીબ ડો.શાહનવાઝ મફત અને ડો. પાર્થ શાહ દ્વારા તમામ પ્રકારની તબીબી સેવાઓ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે દર્દીઓને પૂરી પાડવામાં આવી હતી. જ્યારે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન પી.એમ.પરીખ જનરલ હોસ્પિટલ સંચાલિત શ્રીજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.