વિધાનસભા ચૂંટણી 2022:હાલોલ અને કાલોલ બેઠક ઉપર આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસનું ચૂંટણી ચિત્ર; જુઓ કયો ઉમેદવાર ક્યાં ચિન્હ સાથે ચૂંટણી લડશે?

હાલોલ15 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી તબક્કાવાર ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવેલા કાર્યક્રમ મુજબની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કઈ બેઠક ઉપર કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થતા હાલોલ - 128 બેઠક ઉપર 09 ઉમેદવારો અને કાલોલ -127 બેઠક ઉપર ૧૦ ઉમેદવારોના નામ ઇવીએમ મશીનમાં ફિટ થશે. સાથે અપક્ષમાંથી ઉમેદવારી કરનારા ઉમેદવારોને ઉમેદવારી ચિન્હ આપવામાં આવ્યા હતા. હાલોલમાંથી અપક્ષના ચાર ઉમેદવારો અને એક રાજકીય પક્ષના ઉમેદવારને ચિન્હ આપવામાં આવ્યા હતા.

આજે ચૂંટણીપંચના જાહેરનામા મુજબ ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમયે હાલોલ-128 વિધાનસભા બેઠક ઉપર 05 રાજકીય પક્ષોના 07 ફોર્મ ભરાયા હતા, અને 07 ફોર્મ અપક્ષ તરીકે ભરાયા હતા. જે પૈકી રાજકીય પક્ષો ભાજપ અને આપના ડમી ઉમેદવારોના 02 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જ્યારે અપક્ષના 03 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા કુલ પાંચ રાજકીય પક્ષોના ઉમેદવારો અને 04 અપક્ષ ઉમેદવારો સાથે 09 ઉમેદવારો ચૂંટણી લડશે.

હાલોલ વિધાનસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરનાર 7 પૈકી 3 ઉમેદવારો, ગુરજીભાઈ રાઠવા, ગૌરાંગભાઈ પટેલ, અને ગુરુરાજસિંહ ચૌહાણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતાં. આજે ફોર્મ પર ખેંચવાનો દિવસ કુંભ રાશિ વાળાઓનો રહ્યો હોવાની રમુજી અટકળો વહેતી થઈ હતી.

કાલોલ -127 વિધાનસભા બેઠક માટે 08 અલગ અલગ પક્ષોના 11 ઉમેદવારો અને ત્રણ અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જે પૈકી ત્રણ રાજકીય પક્ષોના ડમી ફોર્મ રદ્દ થાય હતા અને આજે અંતિમ દિવસે એકપણ અપક્ષના ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા લેતા 08 રાજકીય પક્ષો અને 03 અપક્ષ મળી 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામશે. જ્યારે આજે અંતિમ દિવસે તમામ બેઠકો ઉપર અપક્ષમાંથી ઉમેદવારી કરનારા ઉમેદવારોને ઉમેદવારી ચિન્હ આપવામાં આવ્યા હતા. હાલોલમાંથી અપક્ષના ચાર ઉમેદવારો અને એક રાજકીય પક્ષના ઉમેદવારને ચિન્હ આપવામાં આવ્યા હતા.

હાલોલ બેઠકના અપક્ષના ઉમેદવારોને મળેલા ચિન્હ

 • રેખાબેન પરમાર - સિલાઈ મશીન
 • રામચંદ્ર બારીઆ - કપ રકાબી
 • ઈશ્વરભાઈ સોલંકી - ભોજન ની થાળી
 • મુક્તિબેન જાધવ - ઓટો રીક્ષા

પ્રજા વિજય પક્ષના ઉમેદવાર

 • શવજી ભાઈ રાઠવા - ઘડો

કાલોલ બેઠકના અપક્ષના ઉમેદવારોના ચિન્હ

 • પુનમચંદ હરિજન - કાતર
 • ડાહ્યાભાઈ વણકર - કપ રકાબી
 • દેવેન્દ્રસિંહ જાધવ - ઓટો રીક્ષા

અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો

 • પ્રજા વિજય પક્ષના રામેન્દ્ર ઠાકોર - ઘડો
 • પચ્ચાસી પરી.સમજપાર્ટીના જયેશ રાઠોડ - રબરસ્ટેમ્પ
 • લોક જનશક્તિ પાર્ટીના મહેન્દ્રસિંહ જાધવ - હેલિકોપટર
 • ગરવી ગુજ.પાર્ટી ના વિજયસિંહ ચૌહાણ - શેરડી ખેડૂત
અન્ય સમાચારો પણ છે...