હાલોલમાં વિશ્વાસથી વિકાસ યાત્રા:વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સરકારની સિદ્ધિઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરાયું

હાલોલ14 દિવસ પહેલા

હાલોલ ખાતે 'વિશ્વાસથી વિકાસ યાત્રા'ની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના બે દાયકાના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાની સંયુક્ત ઉજવણીના કાર્યક્રમમાં હાલોલ પાલિકા પ્રમુખ શિતલભાઈ પટેલ, હાલોલ ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર, ભાજપ જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, સહિત વહીવટી તંત્ર અને ત્રણે તાલુકાની ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં.

વિકાસ અને વિશ્વાસને લઈ મતદારો સુધી જવાનું આહવાન
હાલોલ પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવેલ રાજ્ય સરકારના બે દાયકાના વિશ્વાસની વિકાસ યાત્રાની ઉજવણીમાં ભાજપ સરકાર અને ખાસ કરીને હાલોલ વિધાનસભા ક્ષેત્રમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિવિધ વિકાસના કામો, શૈક્ષણિક ક્ષેત્રે થયેલા વિકાસની માહિતી હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા, ઘોઘંબાના આદિવાસી નેતા છેલુભાઈ રાઠવા અને જાંબુઘોડાના મયંકભાઈ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવી હતી. અવાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉપસ્થિત સૌ સરપંચોને આ વિકાસ અને વિશ્વાસને લઈ મતદારો સુધી જવાનું આહવાન પણ કર્યું હતું.

સરકારની સિદ્ધિઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન
ધારાસભ્યએ પોતાના વ્યક્તવ્યમાં સંવેદનશીલ સરકારની વિકાસ ગાથા રજૂ કરી અને આ વિસ્તારમાં થયેલા વિકાસના કામોનો યશ પીએમ મોદીને આપ્યો હતો. તો હાલોલ શહેર અને તાલુકામાં 42 લાખ રૂપિયાના રોડ, રસ્તા, નાળા, સૌરક્ષણ દીવાલ, પેવરબ્લોક, આંગણવાડી ભવનો, કોતરો ઉપર સ્લેપડીપના કામો, ગટર લાઈનો, વરસાદી પાણીના નિકાલના કામો જેવા વિવિધ 238 વિકાસના કામોનું ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. તો રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા રાજ્ય સરકારની સિદ્ધિઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું.

હાલોલ વિધાનસભા ક્ષેત્રમાં 8.359 કરોડના વિકાસના 440 કામોનું આજે ધારાસભ્યના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો 2.861 કરોડના 103 વિકાસના કામોનું ઇ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...