હાલોલ તાલુકાના દડીયાપુરા ગામે બી.ડી.આર કંપનીના ગેટ સામે મુખ્ય રોડ પર મોટર સાયકલ સ્લીપ થતા મોટર સાયકલ પર સવાર ઘનસર આંટા ગામના ઇસમનું કરુણ મોત નીપજ્યું હતું. જેમાં બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલોલ તાલુકાના ઘનસર આંટા ગામે મંદિરવાળા ફળિયામાં રહેતા રતિલાલ અંબાલાલ પરમાર પોતાની મોટર સાયકલ લઈને હાલોલ તાલુકાના તાજપુરા ગામે થઈને મુવાડીવાળા રોડ પર રહીને પસાર થઇ રહ્યા હતા. ત્યારે તાલુકાના દરિયાપુરા ગામે આવેલ બી.ડી.આર કંપનીના ગેટ સામે મુખ્ય રોડ પર કોઈ કારણોસર પૂરઝડપે દોડતી મોટર સાયકલના સ્ટેરીંગ પરથી રતિલાલભાઈનો કાબુ ખોવાતા મોટર સાયકલ બેકાબૂ થઈ સ્લીપ ખાઈ રોડ પર પછડાઈ જવા પામી હતી.
જેમાં મોટર સાયકલ સહિત રોડ પર પછડાયેલા રતિલાલભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જેમાં અકસ્માત જોઈ આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક રતિલાલભાઈને સારવાર માટે હાલોલ રેફરલ ખાતે મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન કરુણ મોત નીપજયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.