વરરાજાને ખભે બેસાડી ઝૂમી રહેલો યુવક ઢળી પડ્યો:સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યો; સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

હાલોલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક વિનોદ પારગીની ફાઈલ તસવીર

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામનો એક બનાવ સામે આવ્યો છે. કે જેમાં વરરાજાને ખભે બેસાડી ઝુમતા યુવકને અચાનક ચક્કર આવતા નીચે ઢળી પડ્યો હતો. જોકે ત્યારબાદ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવતા ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના ગત રાત્રીના સમયની હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક મિત્રના લગ્નમાં વરઘોડો હોવાથી વરરાજાને ખભે બેસાડી ખુશીથી ઝૂમી રહ્યો હતો. યુવકને ચક્કર આવવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

રાત્રે નીકળેલા વરઘોડામાં વરરાજાને ખભે બેસાડી ડીજેના તાલે નાચી રહેલો યુવક અચાનક ઢળી પડ્યો હતો. એટેક આવતા મોત નીપજ્યું હતું. પંચમહાલ જિલ્લામાં લગ્નના વરઘોડામાં ડીજેનાં તાલે ઝુમતા યુવકનું મોત નીપજ્યું હતું.

કહેવાય છે કે આત્મા અમર છે અને મૃત્યુ નિશ્ચિત છે, પણ કુદરત મૃત્યુ માટે નિમિત્ત નથી બનતી. આવી જ એક ઘટના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાંથી સામે આવી છે. કે જ્યાં એક લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે નાચતાં વરરાજાના મિત્રને અચાનક ચક્કર આવ્યા હતા. યુવકને અચાનક ચક્કર આવતાં દોડધામ મચી ગઇ હતી.

ચક્કર આવતાં જ યુવક વરરાજા સાથે ઢળી પડ્યો હતો. બેભાન અવસ્થામાં યુવકને સંતરામપુર સારવાર માટે લઈ જતી વેળાએ રસ્તામાં જ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકને ચક્કર આવવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

જ્યારે યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. યુવકની ઉંમર અંદાજીત 27 વર્ષની હતી. આ બનાવને પગલે પારધી પરિવારમાં શોકનો માતમ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...