પરિવારમાં શોકની લાગણી:દુધિયા તળાવ પાસેથી ધોળકાના દર્શનાથીનો મૃતદેહ મળી આવ્યો

હાલોલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટપરપુરાનો યુવક દર્શન માટે આવ્યો હતો

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મંગળવારના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ટપરપુરા ગામે રહેતા અંદાજે ૪૦થી ૪૫ વર્ષની આયુ ધરાવતા ઘનશ્યામભાઈ લાલજીભાઈ જાદવ મહાકાળી માતાજીના દર્શન માટે એકલા પાવાગઢ ખાતે આવ્યા હતા. જેમાં પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના મંદિરના પગથિયા નજીક આવેલ દુધિયા તળાવ પાસેના એક ઓટલા પર ઘનશ્યામભાઈ બપોરના સુમારે આરામ કરવા માટે સૂઈ રહ્યા હતા.

તે સુઈ રહેલ હાલતમાજ કોઇ કારણોસર કુદરતી રીતે ઘનશ્યામ ભાઇનું મૃત્યુ થયું હતું .અને ઘનશ્યામભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમાં આસપાસના લોકોએ બનાવ અંગેની જાણ પાવાગઢ પોલીસ મથકે કરતા પોલીસ દુધિયા તળાવ ખાતે આવી હતી. તેઓના મોબાઈલ ફોન મારફતે ઘનશ્યામભાઈની ઓળખ કરી ધોળકાના ટપરપુરા ખાતે તેઓના પરિવારજનોનેબનાવ ની જાણ કરી ઘનશ્યામભાઈના મૃતદેહને હાલોલ રેફરલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...