માઇભક્તોની બસ પલ્ટી:પાવાગઢ દર્શનાર્થે આવેલા વડોદરાના ભક્તોને અકસ્માત નડ્યો, દર્શન કરી પરત ફરતા સર્જાયેલા અકસ્માતમાં 1 મહિલાનું મોત, 15 ઘવાયા

હાલોલ4 દિવસ પહેલા
  • બેને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા

પાવાગઢ દર્શનાર્થે આવેલા વડોદરાના ભકતોની મિનિ બસને માંચીથી ઉતરતા અકસ્માત થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને પંદર જેટલા ભક્તો ઘવાયા હતા. આ તમામને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા. જ્યાં બેને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.

એક મહિલાનું મોત, પંદર જેટલા ભક્તો ઘવાયા
મૂળ ઉત્તર પ્રદેશના અને વડોદરાના તરસાલીમાં સ્થાયી થયેલા પરિવાર સાથે 20થી વધુ ભક્તો મિનિબસ લઈ પાવાગઢ દર્શનાર્થે આવ્યા હતા. બપોર પછી દર્શન કરી પરત ફરતા સમયે માંચીથી નીચે બાવામન મસ્જિદ પાસે તેઓની મિનિ બસ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. ભક્તોની બસ પલ્ટી ખાઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘવાયેલા ભક્તજનોને મિનિ બસમાંથી બહાર કાઢી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના સ્થળે એક મહિલાનું મોત નીપજ્યું હતું અને 15 જેટલા ઇજાગ્રસ્ત ભક્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, બે ભક્તોને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...