વિઘ્નહર્તાને વિદાય:ઘોઘંબા અને જાંબુઘોડામાં ભક્તોએ ભીની આંખે ગણેશજીને જળમાં વિસર્જિત કર્યા; મોટી સંખ્યામાં ભક્તોએ બાપાની વિદાયમાં જોડાયા હતા

હાલોલ19 દિવસ પહેલા

​​​​​ઘોઘંબા અને જાંબુઘોડામાં દસ દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે ભક્તો વચ્ચેથી વિદાય લેતા શ્રીજીને ભક્તોએ વાજતે ગાજતે વિદાય આપી હતી. વિવિધ મંડળો દ્વારા બેસાડવામાં આવેલા ભગવાનને ભક્તોએ દસ દિવસ મન મૂકીને પૂજા આરાધના કરી હતી. અને બાપ્પાની વિદાય સમયે ભક્તોની આંખો ભીંજાઈ હતી.

પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબામાં ભગવાન ગણેશજીને ધામધૂમથી વિદાય આપવામાં આવી. તો ડીજેના તાલે આખું ઘોઘંબા નગર ઝૂમી ઉઠ્યું હતું. નગર વચ્ચેથી નીકળેલી વિસર્જન યાત્રામાં ભારે ભીડ જોવા મળી હતી. તો જાંબુઘોડામાં પણ અલગ અલગ મંડળોના ગણેશજીઓની મૂર્તિઓને ટ્રેક્ટરમાં મૂકી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ફળિયા મુજબ એક સાથે નીકળેલી યાત્રામાં ગામલોકો જોડાયા હતા. તો આજુબાજુના ગામડાઓના ગણેશજીઓની યાત્રાઓને પણ નગરના શ્રીજીઓની યાત્રા સાથે જોડી દેવામાં આવી હતી. સાંજે તમામ મૂર્તિઓને કડા ડેમ ખાતે વિસર્જિત કરવામાં આવી હતી.

ઘોઘંબામાં દસ દિવસ ભારે આકર્ષણ જમાવનારા કોબ્રા ગ્રુપ અને શિવશક્તિ ગ્રુપના શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ભક્તોના ગણપતિ બાપ્પા મોરિયા...અગલે બરસ તું જલ્દી આ...ના નાદથી નગર ભક્તિના રંગે રંગાયું હતું. વિસર્જન યાત્રામાં તિરંગા ઝંડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ડીજે ઉપર ટીમલી અને દેશ ભક્તિના ગીતોના તાલે નગરજનો ઝૂમી ઉઠ્યા હતા. તો મહિલાઓએ ચોકમાં માતાજીના ગરબા રમી શ્રીજીને વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...