ગણપતિ બાપ્પા મોરયા:ડેરોલ ગામે દુંદાળાદેવને છપ્પનભોગનો પ્રસાદ ધરાવાયો, આખું ગામ ડીજેના તાલે ગરબે ઘૂમ્યું; બાળકોએ કેક કાપી જન્મોત્સવ ઉજવ્યો

હાલોલએક મહિનો પહેલા

કાલોલ તાલુકાના ડેરોલ ગામે બિલિયાપુરા યુવક મંડળના ગણેશજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો ગામના નાના બાળકોએ કેક કાપી ગણેશજીનો જન્મદિવસ ઉજવ્યો હતો અને વડીલો મોડી રાત્રી સુધી ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા.

ગણેશજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો
આસ્થા, શક્તિ, શ્રદ્ધા અને ભક્તિના તહેવાર તરીકે ઉજવવામાં આવતા ગણેશ મહોત્સવની ઉજવણી નાના ગામડાઓના મહોલ્લાઓ-શેરીઓથી લઈને મોટા શહેરોના વિસ્તારો અને સોસાયટીઓમાં કરવામાં આવતી હોય છે. તો કેટલાક શ્રીજી ભક્તો ઘરે પણ ગણેશજીની સ્થાપના કરી પૂજા આરાધના કરતા હોય છે. આ દસ દિવસના ઉત્સવ દરમ્યાન ગામડાઓ, શહેરો, શેરીઓનું વાતાવરણ ભક્તિમય બને છે.

બાળકોએ કેક કાપી ગણેશજીનો જન્મદિવસ ઉજવ્યો
ગામડાઓમાં ખાસ કરીને ભજનોની રમઝટ અલગ અલગ ગણેશજી સ્થાપકો દ્વારા કરવામાં આવતી હોય છે. કાલોલના ડેરોલ ગામના બિલિયાપુરા ગણેશ યુવક મંડળના શ્રીજીના ત્યાં નાના બાળકોએ ગત રાત્રે ભગવાનના જન્મોત્સવની ઉજવણી કેક કાપીને કરી હતી. આરતી પછી સૌ ગામના લોકો સાથે મળી ગરબે ઘૂમ્યા હતા. મહિલાઓ, યુવકો, બાળકો અને વડીલો સાથે મળી ડીજેના તાલે બે તાળી અને ત્રણ તાળીના ગરબે ઘૂમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...