ભારે વરસાદ:હાલોલમાં જર્જરીત મકાનનો કાટમાળ પડતા કારને નુકસાન

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ મકાન ઉતારવા નોટિસ લગાવી
  • ભારે વરસાદ પડતાં મકાન ધરાશાયી થયું

હાલોલમાં ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાલોલના મુખ્ય બજારમાં આવેલ 100 વર્ષ જુના જર્જરિત બે મકાનોનો કાટમાળ ધરાસાઈ થતાં પાર્ક કરેલી કાર પર પડતા કારને નુકસાન પહોંચ્યું હતું. ભારે વરસાદને લઈ બજારમાં લોકોની અવરજવર ન હોય સદનસીબે મોટી ઘટના બનતા અટકી હતી. આસપાસના રહીશોના જીવ પડીકે બંધાયા છે.

મુખ્ય બજારમાં મસ્જિદ પાસે આવેલ શાહ રજનીકાંત અને શાહ જીવનલાલના 100 વર્ષ ઉપરાંત જુના બે મજલી મકાનો આવેલ છે. હાલ બન્ને મકાન માલિકો અમેરિકા ખાતે રહે છે. મકાનો છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થતા કોઈ દુર્ઘટના ન બને માટે નજીકમાં રહેતા અક્ષય મનહરલાલ સોની સહિત દુકાનદારોએ 25.6.2019ના રોજ સહીઓ કરેલ અરજી પાલિકાને આપી જર્જરિત મકાનો ઉતરાવી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

ત્યારે બાદ પાલિકાએ જર્જરીત મકાન માલિકો હાજર ન હોય મકાન જર્જરિત હોય ચોમાસા દરમિયાન ગમે ત્યારે પડી જવાથી જાહેર જનતાની જાનહાની નુકસાન પહોંચે તેવી સંભાવના હોય સત્વરે મકાન ઉતારી લેવા નોટિસ મળ્યેથી જર્જરિત મકનો તમારા સ્વ ખર્ચે અને જોખમે ઉતારી લેવા નહી તો પાલિકા જર્જરિત મકાનો ઉતારવાની કામગીરી હાથ ધરશેની નોટિસ મકાન પર લગાવી હતી. પાલિકા દ્વારા 3-3 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરતા રવિવારે 67 મીમી વરસાદને પગલે મકાનનો કાટમાળ તૂટી પડતા નીચે પાર્ક કરેલી કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...