ખેતરોમાં મગર દેખાતા ફફડાટ:કાલોલમાં નદીના પટમાં આવેલ ખેતરોમાં મગર ફરતા દેખાયા; ડાંગરની રોપણીમાં વ્યસ્ત ખેડૂતોમાં ડરનો માહોલ

હાલોલ12 દિવસ પહેલા
  • નદી નાળાઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ યુકય પાણીનો નિકાલ કરાતા મગરો ગામડાઓ ના જળાશયોમાં આવી ચડતા હોય છે

ચોમાસા દરમિયાન સર્વત્ર વરસેલા વરસાદને પગલે પંચમહાલમાં લગભગ વિસ્તારોમાં સિઝનનો વરસાદ વરસી ગયો છે, ત્યારે નદી નાળાઓ અને કોતરો અનેકો વખત છલકાઈ જતા ગ્રામ્ય નદી કાંઠાના અને નર્મદા નહેર કાંઠાના ગામડાઓના લોકોને મગરોનો ભય સતાવી રહ્યો છે, ગામડાઓમાં આવી ચડતા મગરોએ હજી સુધી કોઈને નુકસાન પહોચાડ્યું નથી પરંતુ શક્યતાઓ નકારી શકાય એમ પણ નથી. વન વિભાગની રેસ્ક્યુ ટીમને હાલ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.

રાતે મગર ખેતરમાં ફરતો દેખાયો
કાલોલ તાલુકાની ગોમાં નદીમાંથી ગામમાં આવી ચડેલો મગર રાત્રી દરમ્યાન જોવા મળ્યો હતો, ગોલીબાર વિસ્તારના ખેતરોમાં રાત્રે ફરતો મગર સ્થાનિક રહીશોએ કેમેરામાં કેદ કર્યો હતો. રાત્રે ગાડીની હેડલાઈટના અજવાળામાં રોડ ઉપર ફરતો મગર ભાગીને ખેતરમાં જતો સ્પષ્ટ જોઈ શકાય છે. જળાશયોમાંથી ભાગીને ખેતર અને રહેણાક વિસ્તારમાં આવી ચડતા મગર સ્થાનિક રહીશો અને પશુઓ માટે જોખમી સાબિત થઈ શકે છે.

ડાંગરની સિઝન હોવાથી ખેડૂતો વ્યસ્થ​​​​​​​
હાલ, કજેતીની સિઝન છે, ખેડૂતો ડાંગર રોપણીના કામમાં જોતરાયેલા છે ત્યારે પાણીથી ભરાયેલ ખેતરોમાં ડાંગરની રોપણી કરતા ખેડૂતો ડરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ હાલોલ તાલુકાના બે ગામડાઓમાં મગર જોવા મળ્યો હતો. જે પૈકી એકને પકડી પાડવામાં આવ્યો હતો, અને એજ દિવસે કાલોલ તાલુકામાંથી પણ એક મગરને વાઈલ્ડલાઈફની રેસ્ક્યુ ટીમે પકડી પડ્યો હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...