હાલોલના રણછોડ નગરમાં રહેતા ધર્મેશ વરિયાએ ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ માંથી કોરોના કવચ પોલિસી 2020-2021 ના સમય ગાળા માટે લીધેલ. જેમાં કુટુંબના 6 સભ્યોનો સમાવેશ થતો હતો. જેનું પ્રીમિયમ રૂા.12,131 હતું. પિતા જયંતીલાલ વરિયા ને કોરોના જણાતા તા.7/4/21ના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તા.7 થી 12/4/21 સુધી કોરોનાના દર્દી તરીકે સારવાર આપે લ બાદ 10 દિવસ હોમ આઇસોલેશન હેઠળ રાખ્યા હતા.
જેમાં પિતાની સારવારનો ખર્ચ રૂા.81,541 થયો હતો. જેના મેડીકલેમ નાણાં પરત મેળવવા ઓરિએન્ટલ ને ક્લેમ ફાઈલ, સારવાર બિલો સહિત દસ્તાવેજો પૂર્તતા કર્યા હતા. ત્યારે કંપનીએ RTPCR રિપોર્ટ નેગેટિવ હોય તેમજ સિટી સ્કોર 8 થી ઓછો નું ટેલિફોનીક જણાવતાં તા 17/1/22 ના રોજ અરજદારે ન્યાય મેળવવા વકીલ રૂદ્રેશ ત્રિવેદી તથા જીજ્ઞા ત્રિવેદી મારફતે ઓરિએન્ટલ ને નોટિસ મોકલી હતી.
બાદ નાણાં ન ચૂકવતાં ગ્રાહક તકરાર નિવારણ મુકામે ફરિયાદ દાખલ કરી હતી. જે ચાલી જતાં ગ્રાહક કોર્ટે અરજદાર ના વકીલ જીજ્ઞા ત્રિવેદીની રજૂઆત ને ધ્યાને લઈ દસ્તાવેજી પુરાવાનું અવલોકન કરી ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપનીને રૂ 81,541 અરજી કર્યાની તારીખ થી 6% વ્યાજ સહ બે માસમાં ચૂકવી આપવા અંગેનો તેમજ માનસિક ત્રાસ ખર્ચ 2000 તથા કાનૂની ખર્ચ 2000 મળી કુલ રૂ 4000 પણ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.