કોંગ્રેસનું બંધ નિષ્ફળ:હાલોલમાં કોંગ્રેસના ગુજરાત બંધની જાહેરાતની કોઈ અસર જોવા ન મળી; હાલોલ નગરના બજારો સંપૂર્ણ ખુલ્લા જોવા મળ્યા

હાલોલ18 દિવસ પહેલા

મોંઘવારી, બેરોજગારી, ફુગાવો, જેવી આર્થિક સમસ્યાઓના મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેને હાલોલ નગરમાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. વેપારીઓએ નિયમિત પોતાના ધંધા ખુલ્લા રાખ્યા હતા. તો જનતા પણ હવે આવા મુદ્દાઓથી ટેવાઈ ગઈ હોય તેવું જોવા મળ્યું હતું. ગુજરાત કોંગ્રેસના સ્ટેટ યુનિયન પ્રેસિડેન્ટ જગદીશ ઠાકોરે ગુજરાત મોડેલ ​​​​​​ની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ હોવાનું જણાવતા મોંઘવારીના મારમાં સામાન્ય જનતા પોસાઇ રહી છે. ફુગાવો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે.

એલપીજી ગેસ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી ની વધતી કિંમતો અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવો બમણા થયા છે. સામાન્ય માણસનું જીવન કઠિન બની ગયું છે. ત્યારે સરકાર મોંઘવારી જ નહીં રોજગાર આપવાના મુદ્દે પણ સતત નિષ્ફળ ગઈ હોવાનું જણાવી આજે 10 સપ્ટેમ્બરે રાજ્ય બંધની જાહેરાત કરી હતી. સવારથી બપોર સુધી રાજ્યના તમામ વેપાર ધંધા બંધ રાખી ગુજરાતની જનતાને પણ આ બંધમાં જોડવાવા આહવાન કર્યું હતું. વધુમાં કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. અનેક નાના કર્મચારીઓએ પોતાના હકો માટે આંદોલનો કરવા પડી રહ્યા છે. 4.5 લાખથી વધુ બેરોજગારો ગુજરાતમાં અત્યારે સરકારી દફતરે નોંધાયેલા છે. ત્યારે સરકાર 1 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સેવકોની જગ્યાઓ ખાલી છે છતાં ભરતી કરવામાં નથી આવતી. 27 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને કાયમી કર્મચારીનો લાભ નથી મળ્યોનું જણાવતા આજે બંધનું એલાન જાહેર કર્યું હતું.

હાલોલ નગરમાં કોંગ્રેસના બંધની કોઈ અસર જોવા મળી ન હતી. હાલોલની જનતાને મોંઘવારી, બેરોજગારી જેવા મુદાઓ સામે લાચાર છે. અને વેપારીઓ કોરોનાના બે વર્ષ ધંધા બગાડ્યા પછી આવી બંધની જાહેરાતથી પોતાના ધંધા બંધ રાખી આર્થિક ફટકાનો વધુ માર સહન કરવા તૈયાર નથી એવું દેખાઈ રહ્યું છે. હાલોલ નગરના બજારો સંપૂર્ણ ખુલ્લા જોવા મળ્યા હતા. ત્યારે કોંગ્રેસ આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈ સક્રિય થવાની મથામણ કરતી હોય તેવું જનતાને લાગી રહ્યું છે. ત્યારે રેવડીની વહેંચણીમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. અને અનેક મોટી જાહેરાતોથી મતદારોને આકર્ષવા પ્રયત્નો કરી છે. ત્યારે ગુજરાતની જનતા કોંગ્રેસ ઉપર ભરોસો કરે કે ન કરે પણ હાલોલની જનતાએ અને વેપારીઓ એ આજે સ્પષ્ટ સંદેશો કોંગ્રેસને આપી દીધો છે. હાલોલ શહેરમાં બંધની જાહેરાતને સફળ બનાવવા અને સળગતા મુદ્દાઓ વેપારીઓ અને જનતા સુધી પહોંચાડવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરોને ટાઉન પોલીસ બજારમાંથી ઉઠાવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...