ગોધરા થી વડોદરા જતી એસટી બસ નો ચાલક નશો કરેલી હાલતમાં હોઈ બસના મુસાફરોએ હાલોલ ડેપો બસ આવતા ફરજ પરના અધિકારીને જાણ કરતા અધિકારીએ બ્રેથ એનેલાઈઝરથી ચેક કરતા બસ ચાલકે નશો કર્યો હોવાનું જણાઇ અાવતા હાલોલ ડેપોના અધિકારીએ બસ ચાલક વિરુદ્ધ હાલોલ પોલીસ મથકમાં પ્રોહીબીસનનો ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી બસ ચાલકનો મેડિકલ કરાવી કાર્યવાહી કરી હતી.
ગોધરા થી વડોદરા જતી એસટી બસ ના ચાલક રઘુનાથ જોબનભાઈ મકવાણા હાલોલ એસટી બસસ્ટેન્ડમાં આવ્યા હતા. જ્યાં બસના મુસાફરોને બસ ચાલક નશો કરેલી હાલતમાં હોય અને આગળ જતાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા મુસાફરોએ એસટી ઇન્ચાર્જ અધિકારીને જાણ કરી હતી. ફરજ પરના અધિકારીએ બસ ચાલકનું બ્રેથ એનેલાઈઝરથી પરીક્ષણ કરતા આલ્કોહોલ પોઝિટિવ આવતા અધિકારીએ હાલોલ પોલીસ મથકમાં રઘુનાથને લઈ જઈ તેના વિરુદ્ધ પ્રોહીબીસનનો ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.