જાનથી મારી નાખવાની ધમકી:પરિણીતા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરીને એસિડ ફેંકવાની ધમકી આપતાં ફરિયાદ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડાના ગળતેશ્વર ગામના બે ભાઇઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

હાલોલ ના છેવાડે અંતરિયાળ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે 2018 થી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મુખ્ય આરોપી સહિત તેના ભાઈ સામે ફોન એપ્લિકેશન મારફતે ધમકી આપવાની ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

જેમાં પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગળતેશ્વર ખાતે રહેતા લે અને મારી સાથે ચાલ જો તું તારા પતિથી છૂટાછેડા લઈ મારી સાથે નહીં આવે તો હું તને જીવતી નહિ રાખુ જાનથી મારી નાખીશ અને તારા પર એસિડ ફેકીશ તેવી ધમકીઓ આપતો હતો. તથા માર મારી પરિણીતાની મરજી વિરુદ્ધ અવારનવાર આણંદ તથા હાલોલ મુકામે શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. અને આ બાબતે કોઈને જાણ કરીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ અને તમો સેવાલિયા બન્ને સગા ભાઇઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાલોલ તાલુકા ની પરિણીત યુવતીને ખેડાના ગળતેશ્વર ખાતે રહેતા દક્ષેશ મહેન્દ્ર ચૌહાણે 2018થી 2022 સુધી શારીરિક અને માનસિક રીતે હેરાન કરી મોબાઇલ પર ફોન અને મેસેજ કરી ગાળો બોલી ધાક-ધમકી આપી તું મારો ફોન રિસિવ નહીં કરે તો બદનામ કરવાની ધમકી આપી હતો. દક્ષેશ ચૌહાણે કહ્યું કે તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ થઈને ઘણી વખત નીકળો છો ત્યારે તમારી ગાડીનો એક્સિડેન્ટ કરી તમને ઉડાવી દઇશ તેવી ધમકી આપી હતી.

જ્યારે બીજા આરોપી જીગ્નેશ મહેન્દ્રભાઈ ચૌહાણે પણ પરિણીતાને એપ્લિકેશન ફોન કોલ કરી ધમકીઓ આપતા પરિણીતાએ ખેડાના ગળતેશ્વર ખાતે રહેતા બન્ને ભાઇઓ દક્ષેશ ચૌહાણ અને જીગ્નેશ ચૌહાણ સામે હાલોલ ટાઉન પોલીસ મથકે તેની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ કરવા સહિત તેને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...