હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામે રહેતા અને છકડો રીક્ષા ચલાવતા ઈસમનું પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધની શંકાએ હાલોલ તાલુકાના હડબીયા ગામેથી છકડો રિક્ષા સહિત અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં અપહરણ કરનાર બે ઈસમો સામે ભોગ બનનારની પત્નીએ હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામે રહેતા મનોજભાઈ ગણપતભાઈ સોલંકી હાલોલ રામેશરા વચ્ચે પેસેન્જર છકડો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં ગત તારીખ 14 મે 2022ના રોજ મનોજભાઈ જમી-પરવારીને બપોરના સુમારે પોતાના છકડો રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા.
બપોરના ઘનસર આંટા ગામે રહેતા અને મનોજભાઈના મિત્ર અરવિંદભાઈ શાંતિલાલ પરમારે મનોજભાઈના ઘરે આવી મનોજની પત્ની કૈલાશબેનને જણાવ્યું હતું કે મનોજભાઇને હાલોલ તાલુકાના હડબિયા ગામના પ્રવીણભાઈ વિષ્ણુભાઈ પરમાર તથા કાલોલ તાલુકાના દેવચોટીયા ગામે રહેતા સંજયભાઈ રામસિંગભાઈ પરમાર હડબિયા ગામેથી છકડો રીક્ષા સાથે મનોજભાઇને ક્યાં લઈને ચાલ્યા ગયા છે. અને મેં તેઓને લઈ જતા જોયા છે. જેના આધારે કૈલાસબેન સહિત મનોજભાઈનો પરિવાર ગભરાઈ ગયો હતો.
તાત્કાલિક મનોજભાઈના પત્ની કૈલાશબેન પોતાના દિયર સહિત ગામના લોકોને લઈને પોતાના પતિની તપાસમાં હડબીયા ગામે પ્રવીણ ભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓનો છકડો રીક્ષા પ્રવિણભાઇ ઘરની બહાર ઊભો હતો. જેમાં છકડો રીક્ષાનો આગળનો કાચ પણ તૂટેલો હતો. જ્યારે પ્રવીણભાઈના ઘરે અપહરણમાં સંડોવાયેલો સંજયભાઇ પણ હાજર હતા.
જેમાં કૈલાસબેને પોતાના પતિ મનોજ વિશે પૂછયુ હતું કે મારા પતિ ક્યાં છે તેમ પૂછતા જણાવેલ કે મનોજ અમારા ઘરે નથી અને આ બાબતે અમે કશું જાણતા નથી. જે બાદ પરિવારજનોએ મનોજભાઇને લાંબી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મનોજભાઈ કોઈ જગ્યાએથી મળી ન આવતા આ બાબતે મનોજભાઈના પત્ની કૈલાશબેન એ હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
જેમાં તેઓના પતિ મનોજભાઈનું વાઘોડિયાના રામપુરા ગામે રહેતી એક પરણિત મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો શક વહેમ રાખી પ્રવીણભાઈ અને સંજયભાઈએ તેઓના પતિ મનોજભાઇને જબરજસ્તી ઉપાડી લઈ જઈ અપહરણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ફરિયાદના આધારે પ્રવીણભાઈ વિષ્ણુભાઈ પરમાર અને સંજય ભાઈ રામસિંહભાઈ પરમાર સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગુમ મનોજ સાથે સુ ઘટના બની છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.