છેડતી:હાલોલમાં આચાર્ય છાત્રાને બિભત્સ ઈશારા કરીને છેડખાની કરતાં ફરિયાદ

હાલોલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આચાર્યને બચાવવા નેતાઓ સહિત શિક્ષકો પોલીસ મથકે આવ્યા

હાલોલમાં ગુરુ શિક્ષિયની ગરિમાને લાંછન લગાડતો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલોલની સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળકીને 5 મહિનાથી કાળીભોઈ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કિરીટ પટેલ કોઈ ના કોઈ બહાને પોતાની સ્કૂલ છોડી બાળકીની શાળામાં આવી બાળકીને બિભત્સ ઈશારા કરી છેડખાની કરી મોબાઇલ નંબરની માગણી કરતા ઘટનાથી ડઘાઈ ગઈ હતી.બાળકી સ્કૂલ જવાનું ના પાડી દેતા વાલીએ બાળકીને કારણ પૂછતાં સમગ્ર મામલો બહાર આવતા બાળકીના માતા પિતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.

અસરગ્રસ્ત પરિવારે શહેર પોલીસ મથકના પીઆઇ કેતન ચૌધરી સમક્ષ હકીકત જણાવતા પોલીસે હવસખોર આચાર્ય વિરુદ્ધ પોકસોની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા શિક્ષક આલમમાં સન્નાટો છવાયો છે. બાળકી સાથે અસરગ્રસ્ત પરિવાર હિંમત કરી લંપટ આચાર્ય કિરીટ પટેલ વિરુદ્ધ હાલોલ પોલીસ મથકે ફરિયાદ કરી.

જ્યાં પોલીસ મથકની બહાર આચાર્ય કિરીટ પટેલ આવી બાળકીના માતા પિતાના પગે પડી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દોની આજીજી કરતા પરિવારે દાદ ન આપતા ફરિયાદને રફેદફે કરવા રાજકારણીઓ સહિત સ્કૂલોના આચાર્યો શિક્ષકો પોલીસ મથકે દોડી આવી આરોપી આચાર્યનો બચાવ કરવાનો કારસો કર્યો હતો. પણ પરિવાર નમતું ન જોખતા નેતાઓને વીલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો હતો.પરિવારે પોલીસ સમક્ષ ભોગ બનનાર બાળકીનું કાઉન્સિલિંગ કરી લંપટ આચાર્ય વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...