હાલોલ બોમ્બે હાઉસ અરાદ રોડ ત્રણ રસ્તા પર હાઈ મસ્ટ ટાવરની જગ્યાએ મહારાણા પ્રતાપની પ્રતિમા બનાવાના પ્રોજેકટનું સોમવારે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કંજરી રામજી મંદિરના મહંત રામશરણ દાસજી મહારાજના હસ્તે કરાયું હતું. કાર્યકમમાં ભાજપ જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ, ભાજપ ઉપ પ્રમુખ અરવિંદભાઈ પરમાર (ટીમ્બી), મયુરદ્રથસિંહ પરમાર પાલિકા પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ, ઉપ પ્રમુખ શિતલભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ પ્રોમોદસિંહ રાઠોડ, ઇન્ચાર્જ સીઓ ટી.એમ બારીયા સહિત શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હાલ આ જગ્યા પર લાઈટનો હાઇમસ્ટ ટાવર ઉભો છે. તેને સાઈડ કરી ત્રણ રસ્તા પર મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ બનાવવા હાલોલ નગર પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ પાછળ 10 થી 12 લાખનો ખર્ચ થશે સ્ટેચ્યુનો ખર્ચ લોકફાળા સહિત સરકારની અન્ય ગ્રાન્ટમાથી ખર્ચ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો છે. ઠરાવમાં સ્ટેચ્યુ બનાવાનો પ્રોજેકટ હાલોલના એક સ્થાનિકને સોંપવામાં આવ્યો છે. અને લોકફાળો ઉઘરાવવા પાલિકાએ સત્તા પણ આપી છે.
શહેરમાં મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ બનશે તો શહેરની શોભામાં અભિવૃદ્ધિ થશે તે નક્કી છે. પણ પાલિકા દ્વારા સ્ટેચ્યુ બનાવવાનો પ્રોજેકટ અને લોક ફાળો ઉઘરાવાની સત્તા કોઈ પણ પ્રકારનું ટેન્ડરિંગ કે અન્ય કોઈના સુઝાવ વગર એક સ્થાનિક ઈસમને હસ્તગત કરતા સ્ટેચ્યુ બનાવવાના પ્રોજેકટની પારદર્સકતા સામે સવાલો ઉભા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.