ખાતમુહૂર્ત:અન્નક્ષેત્ર અને ડોરમેટ્રી હોલનું CMના હસ્તે 20મેએ ખાતમુહૂર્ત

હાલોલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢમાં નવીન અન્નક્ષેત્ર અને ડોરમેટ્રી હોલ બનાવવામાં અાવશે - Divya Bhaskar
પાવાગઢમાં નવીન અન્નક્ષેત્ર અને ડોરમેટ્રી હોલ બનાવવામાં અાવશે
  • પાવાગઢમાં નવીન મંદિર સહિત વિકાસના થઇ રહેલા કામો

યાત્રાધામ પાવાગઢમાં વર્ષ દરમિયાન 30 લાખ ઉપરાંત યાત્રાળુઓ આવે છે. યાત્રાળુઓની અતૂટ શ્રદ્ધાને લઈ મંદિરમાં દાનનો અવિરત ધોધ વેહે છે. યાત્રાળુઓની સુખ સુવિધાઓ માટે મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યાધુનીક સુવિધાઓ મળી રહે માટે બે વર્ષથી માતાજીના નવીન મંદિર સહિત વિકાસના કામોમાં ફેજ 1 અંતર્ગત માતાજીનું વિશાળ મંદિર આકાર પામ્યું છે. જેમાં વાઇડિંગ ઓફ પાથ વે, ટોયલેટ બ્લોક, પોલિસ ચોકી, વોટર હટ સીટીંગ, પેવેલિયન સહિતના વિકાસના કામો કર્યા.

ફેજ 2માં મંદિરની અંદરના વિસ્તુતિકરણની કામગીરી કરી જેને લઈ મંદિર 545 ચોમીનું બનતા 2000 જેટલા યાત્રાળુઓ એકસાથે દર્શન કરે એટલું મોટું પરિસર બનાવાયું છે. યાત્રાળુઓ માટે નવીન આકાર પામનાર અન્નક્ષેત્ર અને આરામ કરવા માટે ડોરમેટ્રી હોલનું તા.20 મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમહુર્ત થનાર છે. મંદિરના નવીનીકરણ સાથે મંદિરના લોકાર્પણમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર હોય મંદિર નજીક ડુંગર પર સાત કોઠાર પાસેની સરળ જમીન પર હેલિપેડ અને વોકવેની સુવિધાનું પણ આયોજન છે.

સાથે હાલ એક ફેસનો રોપવે માચીથી દૂધીયા તળાવ સુધી કાર્યરત છે ટુક સમયમાં દૂધીયા તળાવથી મંદિર સુધીના બીજા ફેસનો રોપવે બનશે. મંદિર બાવા બજાર નજીક પગથિયાં પાસેથી એક લિફ્ટ દ્વારા દર્શન માટે માતાજીના મંદિર સુધી સીધું પહોંચી શકાય તેવું આયોજન કરાશેે.

અન્ય સમાચારો પણ છે...