બાળવાટીકાનો શુભારંભ:બાળકોને મળશે અઠવાડિયામાં બે દિવસ મફત ભોજન, ભૂલકાઓ માટે નિષ્ઠા પ્રસાદમ યોજનાનો આરંભ

હાલોલ5 દિવસ પહેલા
  • ભૂલકાઓ માટે બાળવાટીકા ખુલ્લી મુકવામાં આવી

હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલી નિષ્ઠા વિદ્યા મંદિર શૈક્ષણિક સંકુલમાં નિષ્ઠા બાળ વિદ્યામંદિરની શરૂઆત કરવામાં આવી અને અહીં અભ્યાસર્થે આવતા વિદ્યાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ ભોજન આપવાની નિષ્ઠા પ્રસાદમ્ યોજનાનો આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે સંતોની ઉપસ્થિતિમાં બાળવાટીકાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.

બાળ વિદ્યામંદિરની શરૂઆત કરવામાં આવી
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત અને હાલોલ બાયાઓઆસ ઉપર આવેલી નિષ્ઠા વિદ્યા મંદિર શૈક્ષણિક સંકુલ અહીં અભ્યાસર્થે આવતા હાલોલ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે આશીર્વાદ સમાન બન્યું છે, ત્યારે આ સંકુલમાં આજે બાળ વિદ્યામંદિરની શરૂઆત કરવામાં આવી હતી. પૂજ્ય સંતો, મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી શાળા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ કરી સંતોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નિષ્ઠા બાળ વિદ્યામંદિર માટે બનાવવામાં આવેલ બાળ વાટીકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને અહીં અભ્યાસ કરતા તમામ બાળકોને અઠવાડિયાના બે દિવસ સોમવાર અને ગુરુવારે બપોરનું ભોજન આપવાની નિષ્ઠા પ્રસાદમ્ યોજનાનો પણ આરંભ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...