દુર્ઘટના:હાલોલ પાવાગઢ રોડ પર બસ-એક્ટિવા ટકરાતાં બાળકનું મોત

હાલોલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલ નજીક બસે એક્ટિવાને અટફેટે લીધી હતી. - Divya Bhaskar
હાલોલ નજીક બસે એક્ટિવાને અટફેટે લીધી હતી.
  • મંદિરમાં પિતાને મદદ કરી એક્ટિવા પર માતા સાથે ઘરે જતો હતો
  • હાલોલ શહેર પોલીસે એસટી ચાલક સામે ગુનો નોંધ્યો

હાલોલ પાવાગઢ રોડ પર સાઈ મંદિરના ગેટ પાસે મોડી સાંજે એસટી બસ અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા પર માતા સાથે સવાર સાત વર્ષના માસુમ બાળકનું અરેરાટી ભર્યું મોત નિપજતા શોકની લાગણી છવાઈ ગઈ હતી. હાલોલના સારણેશ્વર મહાદેવ મંદિરના પુજારી કલ્પેશ જોશીનો સાત વર્ષનો પુત્ર હરસીલ જોશી શિવલિંગનો શણગાર કરવા પિતાની મદદે ગયો હતો.

શણગારમાં પિતાને મદદ કરી પુત્ર હરસલ માતા સાથે એક્ટિવા પર ઘરે પરત જઈ રહ્યો હતો. ત્યારે સાઈ મંદિરના ગેટ પાસે પાવાગઢ તરફ જતી એસટી બસના ચાલકે એક્ટિવાને અડફેટે લઈ અકસ્માત સર્જાતાં એક્ટિવા પર સવાર માતા પુત્ર રોડ પર ફંગોળાઈ જતા હરસિલને ગંભીર ઈજાઓ પોહચતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકને સારવાર મળે તે પહેલાજ તેનું મોત નીપજ્યું હતુ.

અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માત સર્જી એસટી ચાલક એસટી લઈ ભાગી છુટ્તા લોકોએ તેનો પીછો કરી એસટી બસને બોમ્બે હાઉસ પાસે ઝડપી પાડી ચાલકને પોલીસને સોંપ્યો હતો. અકસ્માત અંગે હાલોલ શહેર પોલીસે એસટી ચાલક સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...