'આપ'નો ચૂંટણી પ્રચાર જોરશોરમાં:કાલોલના ગામડાઓમાં આમ આદમીનું કેનોપી કેમ્પેઇનિંગ, પ્રોજેક્ટર દ્વારા આપની ઉપલબ્ધીઓ દર્શાવાઇ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મતદારો સુધી પહોંચવા વિવિધ પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તો અનેક પ્રકારની જાહેરાતો પણ કરવામાં આવી રહી છે અને દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીના વિડિઓ પ્રોજેક્યારના માધ્યમથી જનતાને બતાવાઈ રહ્યા છે.

કાલોલ વિધાનસભા મતવિસ્તારના અલીન્દ્રા ગામમાં પંચમહાલ આમ આદમીના કાર્યકરો હોદ્દેદારોએ પ્રોજેક્ટર જનસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. પંદર મિનિટ અરવિંદ કેજરીવાલના જીવન આધારિત વિડિયો તથા ત્રીસ મિનિટ દિલ્હીની કેજરીવાલ સરકારની કામગીરી અંગેનો વિડિયો બતાવવામાં આવ્યો હતો.

દિલ્હીની કેજરીવાલ સરકારે માત્ર આઠ વર્ષના સમયગાળામાં શિક્ષણ વ્યવસ્થા માટે શાનદાર શાળાઓ બનાવી, વિજળી બિલની માફી, આરોગ્યની મફત સુવિધાઓ, રોજગારી વધારી નોકરી અપાવી જેવી સામાન્ય જનતાને ઉપયોગી થાય તેવી તમામ યોજનાઓ બનાવી અને શ્રેષ્ઠ કામગીરી કરી છે. જે અંગેની જાણકારી ગુજરાતના મતદારોને દર્શાવવામાં આવી રહી હોવાનું પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, જનતાએ પહેલા સાંભળ્યું હવે જનતા જોઇ પણ રહી છે, તેથી જનતા આમ આદમી પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસ કરી રહી છે અને જનતાનો આ વિશ્વાસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો આશાવાદ પંચમહાલના કાર્યકરોએ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...