વિનોદ તાવડેની ભવ્ય જાહેરસભા:ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહને જીતાડવા હાંકલ કરી; ભાજપના રાષ્ટ્રીય સંગઠનમંત્રીએ આ ચૂંટણીને 2024ની સેમિફાઇનલ ગણાવી

હાલોલ14 દિવસ પહેલા

હાલોલ 128 વિધાનસભા બેઠક ઉપર હાલોલ શહેરમાં આજે ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારના ચૂંટણી પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠનમંત્રી વિનોદ શ્રીધર તાવડે અને બિહારના રાજ્યસભાના સાંસદ વિવેક ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓએ ભાજપના ઉમેદવારને જંગી મહુમતીથી જીત અપાવવા હાકલ કરી હતી. સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે આક્ષેપો કર્યા હતાં.

ભાજપને જંગી બહૂમતીથી જીતાડવાની છે
હાલોલ ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યા પછી અમલમાં આવેલી વિવિધ યોજનાઓથી છેવાડાના માણસો સુધી વિકાસ પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. આવનારી ચૂંટણીઓમાં ભાજપના કમળ ઉપર બટન દબાવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા આહવાન કર્યું, તો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા બિહારના રાજ્ય સભાના સાંસદે પણ હાલોલ વિધાનસભા મતવિસ્તારના ઉપસ્થિત મતદારોને સંબોધ્યા હતા.

ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર લઈ જવાનું કામ મોદીએ કર્યું
વિવેક ઠાકુરે પોતે ગુજરાતના અમદાવાદના બોકળદેવ ખાતે રહ્યા હોવાનું જણાવ્યું હતું. એ સમયે ગુજરાતના અમદાવાદમાં થયેલા રિવરફ્રન્ટના વિકાસના કામની પ્રશંસા કરતા આવા વિકાસના કામો ગુજરાતમાં ભાજપની સરકારે કર્યા છે. ગુજરાતે અનેક સપૂતો આપ્યા છે, તમારું સૌભાગ્ય છે કે તમે ગુજરાતના મતદારો છો. ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક ફલક ઉપર લઈ જવાનું કામ મોદીએ કર્યું છે. આજે વિશ્વ આખું અનુષ્ઠાન કરતું થયું છે. દેશમાં થઈ રહેલા આ કર્યોને નિરંતર રાખવાનું કામ તમારું છે, દિલ્લી અને દેશમાંથી ગુજરાતને બદનામ કરવા આવેલા લોકોની વાતોથી ભરમાશો નહીં અને ભાજપના વિકાસની યાત્રાને નિરંતર રાખવા જયદ્રથસિંહને મત આપવા અપીલ કરી.

દેશમાં અવાનારા વિદેશી મહેમાનો 'ભાગવત ગીતા' લઈને જાય છે
વિનોદ તાવડેએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે જેને મોતના સોદાગર કહ્યા હતા. તે નરેન્દ્ર મોદીને આપણે હાથ મજબૂત કરી દેશનું સુકાન સોંપ્યું છે. પહેલા દેશમાં તાજમહલ કલચર હતું. દેશમાં કોઈ વિદેશી પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ મહેમાન બની આવતા તો પીએમ હાઉસમાંથી તાજમહલ લઈને જતા હતા. પરંતુ દેશની ઓળખ તેનાથી નથી. 2014 પછી દેશમાં અવાનારા વિદેશી મહેમાનો 'ભાગવત ગીતા' લઈને જાય છે. સંસ્કૃતિ અને સંસ્કારોની વાત કરતા હાલમાં થયેલા G-20 સમીટમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઇંગ્લેન્ડના પીએમને માતાજીની પછડી આપી, ઇટાલીના પીએમને પાટણના પટોળાનો દુપટ્ટો, અને ઓસ્ટ્રેલિયાના પીએમને છોટાઉદેપુરના આદિવાસી પીઠોરનું ચિત્ર, તો ઇન્ડોનેશિયાના પીએમને ગુજરાતના મેપનો ચાંદીનો બોલ આપ્યો, મોદી ગુજરાતને રાષ્ટ્રીય ફલક ઉપર લઈ ગયા છે.

ગુજરાતીઓ સ્વાભિમાની છે, ભિખારી નથી
આગળ તેઓ જણાવતા કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ ઉભી કરનાર નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય તાકાત દેશની સવા કરોડ જનતા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય છાત્રો સુરક્ષિત બહાર નીકળી શકે એ માટે રશિયાએ ચાર કલાક યુદ્ધ રોકયું હતું. વિકસિત ભારતના વાતની એ તાકાત દેશની જનતાએ મોદીને આપી હોવાનું કહેતા ગુજરાતને નર્મદાનું પાણી ન મળેએ માટે આંદોલનો કરનારા મેઘા પટકારને લઇ કોંગ્રેસ દેશ જોડો યાત્રા કરી રહી છે. આપ વિશે કહેતા ગુજરાતીઓ સ્વાભિમાની છે, ભિખારી નથી. મફતનું લેતા નથી કેટલાક લોકો ગુજરાતની ખમીરવંતી પ્રજાને મફતની લાલચો આપવા નીકળ્યા છે. દિલ્લીના દારૂના પૈસે ગુજરાતની ચૂંટણી લાડનારાઓનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી. એમ જણાવ્યું હતું અને ગુજરાતની આ ચૂંટણીને 2024ની સેમી ફાઇનલ ગણાવી ભાજપના ઉમેદવારને પ્રચંડ બહુમતીથી જીત અપાવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...