સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન:હાલોલ જીઆઇડીસી હોલમાં કેન્સર પીડિત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ; 115 રક્તદાતાએ રક્તદાન કર્યું

હાલોલ3 મહિનો પહેલા

લાયન્સ કલબ ઓફ હાલોલ અને બરોડા ગોરવા ક્લબ, હાલોલ ઇન્ડસ્ટ્રીના લઘુઉદ્યોગ ભારતી અને હાલોલ જીઆઈડીસી એશોશિયેશનના સહયોગથી કેન્સર જેવી બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે જરૂરી રક્ત એકત્ર કરવા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સક્લબના કાર્યકરો સાથે લઘુઉદ્યોગ ઇન્ડસ્ટ્રીના કામદારો, વેપારીઓ મળી 115 રક્તદાતોએ રક્તદાનની સેવા કરી હતી.

મુનિ સેવાશ્રમ ગોરજની કૈલાસ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની સારવાર માટે જરૂરી એવા રક્તને એકત્ર કરવા માટે આજે હાલોલ લાયન્સ ક્લબ અને બરોડા ગોરવા કલાબે ભેગા મળી હાલોલ લઘુ ભરતી ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી તથા જીઆઇડીસીના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કર્યું હતું. હાલોલ જીઆઇડીસી ઓફિસના હોલમાં રાખવામાં આવેલ કેમ્પમાં મુનિ સેવાશ્રમ ગોરજની કૈલાસ કેન્સર હોસ્પિટલની બ્લડબેન્ક દ્વારા રક્ત એકત્ર કરાયું હતું. લાયન્સ અને બરોડા ગોરવા ક્લબના સભ્યો, લઘુઉદ્યોગ ભરતીના વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીના કામદારો સૌ એ સાથે મળી કેન્સર પીડિત દર્દીઓની સારવાર અને ઓપરેશન માટે જરૂરી રક્ત એકત્ર કરવા માટે રક્તદાન કર્યું હતું.

રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રમેશભાઈ પ્રજાપતિ, ગૌતમ જોષી, નાગરમલ કેડીયાજી, શૈલેષ પટેલ, નારણભાઈ વરીયા, રમેશભાઈ રાજાણી, મેહુલ સેવક તથા હાલોલ લાયન્સ કલબ અને બરોડા ગોરવા ક્લબ પરિવાર દ્વારા સુંદર અને સેવાકીય આયોજનમાં 115 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. તમામ દાતાઓને લાયન્સક્લબે એચડીએફસી બેન્કના સહયોગથી ઉપહાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...