રક્તદાન એ જ મહાદાન:હાલોલમાં સર્વોદય હોસ્પિટાલીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ; 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું

હાલોલ17 દિવસ પહેલા

હાલોલમાં સર્વોદય હોસ્પિટાલીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા સ્થિત ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. અકસ્માતોમાં લોહીની જરૂરિયાત પૂરી ન થતા અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવતા હોય છે. ત્યારે સર્વ સમજે રક્તદાન માટે આગળ આવવું જોઈએ એવો સંદેશો ટ્રસ્ટે આપ્યો હતો.

હાલોલના પાવાગઢ રોડ ઉપર આબેલ સર્વોદય હોસ્પિટાલીટી ચેરીટેબલ ટ્રસ્ટે રક્તદાન કેમ્પ રાખ્યો હતો. વડોદરાના ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી રાખવામાં આવેલ આ કેમ્પમાં 100 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પ રાખવાનો ઉદેશ સ્થાનિક લોકોને અકસ્માતો હોય કે દુર્ઘટનાઓ કે પછી અન્ય કોઈ સારવાર દરમ્યાન ઉભી થતી લોહીની જરૂરિયાતને સમયે દોડાદોડી ન કરવી પડે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સર્વોદય હોસ્પિટાલીટી ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યોએ ઉપસ્થિત રહી તમામ રક્તદાતાઓને ફૂલ નય તો ફૂલની પાંખડી સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી. આ કેમ્પમાં 100થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...