દર્દીઓને મળ્યો મફત કેમ્પનો લાભ:અડાદરા ગામે બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો, ડાયાબીટીસ-બીપીના રિપોર્ટ્સ વિનામૂલ્યે કાઢી અપાયા, 180થી વધુ દર્દીઓએ લાભ લીધો

હાલોલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રીપોર્ટ બીલકુલ મફત કાઢી આપવામાં આવતા દૂર દૂરથી લોકોએ કેમ્પનો લાભ લીધો

કાલોલ તાલુકાના અડાદરા ગામમાં આવેલી જયંતિ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયબીટીસ, બ્લડ પ્રેસર જેવા બીજા દસ પ્રકારના રીપોર્ટ બીલકુલ મફત કાઢી આપવામાં આવતા દૂર દૂરથી લોકોએ આ બ્લડ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.

કેમ્પનો 180થી વધુ લોકોએ લાભ લીધો
કાલોલના અડાદરા ગામે આવેલી જયંતિ હોસ્પિટલ ખાતે રોજ અનુભવી અને ખુબજ નામાંકિત ડોક્ટરો પોતાની સેવાઓ મફતમાં આપતા હોય છે. જેનો લાભ આજુબાજુના અનેક ગામડાઓનાં લોકો લેતા હોય છે, આજે આ હોસ્પિટલમાં બ્લડ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. સદર કેમ્પનો 180થી વધુ લોકોએ લાભ લીધો હતો. વડોદરાની એસઆરએલ લેબોરેટરી દ્વારા દસથી વધુ રીપોર્ટ બિલકુલ મફત કાઢી આપવામાં આવ્યા હતા. ઘણા લોકોએ આનો લાભ લીધો હતો.

ઘણા બધા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો
છેલ્લા કેટલાક વર્ષોથી રૂપલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા જયંતિ હોસ્પિટલ ખાતે લોકસેવાના ઉદ્દેશ્ય સાથે કેટલાક નામાંકિત ડોક્ટરો બોલાવી લોકોને તેમનો મફતમાં લાભ આપવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલના એમ.ડી. તેમજ સ્પર્શ હોસ્પિટલ ચલાવતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર ઈશાન મોદી ઉપરાંત દર ગુરૂવારે ગાયનેક ડોક્ટર દાંતના ડોક્ટર હાડકાંના સ્પેશ્યાલિસ્ટ તેમજ ડો. રીયા શાહ જેવા ડોક્ટરો પોતાની સેવાઓ જયંતિ હોસ્પિટલ ખાતે આપતા કાલોલ તેમજ ધોધંબા તાલુકાના અનેક લોકો દૂર દૂરથી લાભ લેવા માટે આવતા હોય છે. ત્યારે જયંતિ હોસ્પિટલ ખાતે સુચારું આયોજન કરવામાં પંકજભાઈ શાહ રસીકભાઈ શાહ તેમજ અશ્વીન શાહ જેવા લોકો દ્વારા જયંતિ હોસ્પિટલને ખૂબ જ ઉંચા મુકામ સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...