સ્ટ્રીટ લાઇટના કનેકશન કાપ્યા:હાલોલ પાલિકાએ બાકી વીજબિલ ન ભરતાં 11 વિસ્તારમાં અંધારપટ

હાલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકી વિજ બિલના 71.32 લાખના ચુકવતાં સ્ટ્રીટ લાઇટના કનેકશન કાપ્યા

હાલોલ ખાતે નગરમાં કુલ 129 વિજ કનેક્શન વીજ કંપની દ્વારા જુદા જુદા વિસ્તારમાં વીજ કનેક્શન આપેલ છે. જેમાં નગરના દરેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ચાલે છે. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી હાલોલ પાલિકા દ્વારા વીજ કંપની MGVLનું બિલ 71.32 લાખ બાકી પડતું હોવાથી વીજ કંપની દ્વારા વીજ બિલ ભરી જવા પાલિકાને તાકેદ કરવા મૌખીક તેમજ નોટિસ આપી જાણ કરવા છતા પાલિકા દ્વારા પેટનું પાણી ન હાલત અંતે વીજ કંપનીને નાં છૂટકે હાલોલના 11 વિસ્તારના જેવા કે નિશાળ ફળિયું જાંબુડી, પાવાગઢ રોડ, કસ્બા, હોટલ હેરિટેજ બાયપાસ વિસ્તાર,નગીના પાર્ક,ટીંબી ચોકડી, હોટલ યુવરાજ, ગેલ ઇન્ડિયા કંપની વિસ્તાર, બીએસએનએલ, પ્રેમએસ્ટેટ, સ્વામીનારાયણ મંદિર વિસ્તારોનું વીજ કનેક્શન વીજ કંપની દ્વારા 3 દિવસથી કાપી નાખવામાં આવતા.

આ તમામ વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો છે. અંધારપટના કારણે વિસ્તારના રહીશો દ્વારા આવા પાલિકાનાં સત્તાધીશો સામે ફિટકાર વરસાવી રહ્યા છે. વીજ કંપની દ્વારા અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નોટીસ અાપવા છતાં વીજ બિલનાં નાણા ભરપાઈ કરતા ન હોવાથીનાં છૂટકે 11 વિસ્તારોનાં 11 કનેક્શન કાપી નાખ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...