કાર્યકરો​એ ભાજપના નિર્ણયને વધાવ્યો:કાલોલ બેઠક પર BJPએ ઘોઘંબાના ઉમેદવાર પર મહોર મારી; ફતેસિંહ ચૌહાણને ટિકિટ ફાળવતા કાર્યકરોમાં ખુશી

હાલોલ23 દિવસ પહેલા

પંચમહાલ જિલ્લાની 127-કાલોલ વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા લેવામાં આવેલ સેન્સ પ્રક્રિયા દરમિયાન બાવન ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. તે પૈકી આજે જાહેર થયેલી યાદીમાં ભાજપના જુના અને ઘોઘંબા તાલુકાના ફતેસિંહ ચૌહાણને ટિકિટ ફાળવવામાં આવતા એક સમયે રાજગઢ બેઠકનું અસ્તિત્વ હતું. ત્યારે બે ટર્મ ધારાસભ્ય રહેલા ફતેસિંહને વિધાનસભાના ભાજપ કાર્યકરોએ ટેકો આપ્યો હતો.

તમામ કાર્યકરોએ ભાજપના નિર્ણયને વધાવ્યો
કાલોલ વિધાનસભા બેઠક માટે એક સમયની રાજગઢ બેઠકના 2002 અને 2007ની ચૂંટણીઓમાં જીતેલા ધારાસભ્ય અને આદિવાસીના આક્રમક નેતા તરીકેની છબી ધરાવતા ફતેસિંહ ચૌહાણના નામ ઉપર મહોર વાગતા આ બેઠક પર ઉમેદવારી નોંધાવતા પચાસથી વધુ ઉમેદવારોએ ભાજપના નિર્ણયને વધાવ્યો હતો. ફતેસિંહ ચૌહાણના નામની જાહેરાત થતા જ ઘોઘંબા ભાજપના અનેક કાર્યકરોએ ખુશી વ્યકત કરી હતી. ફતેસિંહ ચૌહાણ આજે કાલોલ ખાતે આ વિસ્તારના કાર્યકરોને મળ્યા હતા અને તમામને અવાનારા સમયમાં સાથે રાખીને ચાલશે તેવી ખાતરી આપી હતી.

દરેક સમસ્યાનું વહેલીતકે નિવારણ લાવશું: ફતેસિંહ ચૌહાણ
કાલોલ વિસ્તાર તેઓના ઘોઘંબા વિસ્તારથી પચાસ કિલોમીટરના અંતરે હોવા છતાં અહીંની સમસ્યાઓને અગ્રતા ક્રમ આપી કામગીરી કરવા પણ જણાવ્યું હતું. કાલોલના ઉત્તર વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યા હોય કે કાલોલ શહેરના પ્રશ્નો, તમામનો ઉકેલ લાવવા માટે કમળને ગાંધીનગર મોકલવા સૌએ સાથે મળીને કામગીરી કરવા જણાવ્યું હતું. ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સેન્સમાં ઉમેદવારી કરનાર અનેક ઉમેદવારોએ મારા નામનું સમર્થન કર્યું હતું. શહેરીજનો હોય કે ગામડાનો માણસ તમામની સમસ્યાનું વહેલીતકે નિવારણ લાવવાની પણ ખાતરી આપી હતી.

આદિવાસી સમાજ માટે હંમેશા અવાજ ઉઠાવતા
સ્વચ્છ અને બેદાગ છબી હોવાથી અને સતત ગ્રામીણ વિસ્તારના આદિવાસી પ્રજા માટે અવાજ ઉઠાવતા રહેતા હોવાથી ટિકિટ મળી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ત્યારે કાલોલ બેઠક ઉપર કોંગ્રેસ ક્યાં ઉમેદવારને મેદાનમાં ઉતારે છે. તેના પરથી આ બેઠક ઉપર ભાજપનું ભાવિ નક્કી થશે.

અન્ય સમાચારો પણ છે...