AAPનું અનોખું પ્રદર્શન:ખાડા પુરી ધારાસભ્યને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી, હાલોલના રહીશોની વેદના છતી કરવાનો પ્રયાસ: આપ

હાલોલ18 દિવસ પહેલા
  • ગંદકી અને કીચડનો સામનો કરી ત્રસ્ત બનેલી જનતાને સંદેશો

હાલોલ વિધાનસભાના ધારાસભ્યના જન્મ દિવસે પંચમહાલ જિલ્લાઆમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાલોલ એસટી સ્ટેન્ડ વિસ્તારના રોડ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પુરી અનોખી ઉજવણી કરી ત્રણ વર્ષ થી રોડ રસ્તાઓના ખાડાઓ થી ત્રસ્ત થયેલી હાલોલ ની જનતા ને સંદેશો આપ્યો હતો.

ખાડાઓ પુરી ધારાસભ્યના જન્મ દિવસની ઉજવણી કરી
હાલોલ વિધાનસભાના ધારાસભ્યના જન્મદિવસ ની ઉજવણીમાં સત્તાધારી પક્ષના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કર્યો કરવાની જાહેરાત બાદ પંચમહાલ જિલ્લા આમઆદમી પાર્ટીના કાર્યકરોએ પણ ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી કરી હતી. એક તરફ ગરીબ બાળકોને ભોજન પીરસાઇ રહ્યું હતું, શાળાના બાળકોને ઉપહારો વિતરણ કરાઈ કેક કાપી ઉજવણી કરાઈ રહી હતી. તેવામાં બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાલોલના એસટી સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડાઓ પુરવામાં આવી રહ્યા હતા.

ગંદકી અને કીચડનો સામનો કરી ત્રસ્ત બનેલી જનતાને સંદેશો​​​​​​​
છેલ્લા અઢી વર્ષથી હાલોલમાં હાલોલ શહેરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમ્યાન રોડ રસ્તાઓ સહિત સોસાયટીઓમાં ખોદી નાખવામાં આવેલા ખાડાઓને પગલે ચોમાસા દરમ્યાન ભારે ગંદકી અને કીચડનો સામનો કરી ત્રસ્ત બનેલી જનતાને સંદેશો આપવા આમ આદમી દ્વારા હાલોલના ખાડાઓ પુરી ધારાસભ્યના જન્મ દિવસની ઉજવણી કરી અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...