હર ઘર તિરંગા:કાલોલની બોરું પ્રાથમિક શાળામાં ભારત માતાનું પૂજન કરાયું; બાળકોમા દેશપ્રેમની ભાવના પ્રબળ બનાવવાનો આશય

હાલોલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળામાં "હર ઘર તિરંગા" અંતર્ગત ભારતમાતા પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના 75 વર્ષ પુરા થતા આ ઉજવણી કરવામાં આવી રહી છે.

હર ઘર તિરંગા મિશનનું પહેલું કદમ બાળકોમાં દેશભક્તિ ભાવના જગાડવાનું અને રાષ્ટ્ર સાથેના તેમના સબંધોને મજબૂત બનાવવાનું છે. જે અંતર્ગત શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા અને દેશભક્તિ ના ગીતો ની ગાયન વાદન સ્પર્ધા તેમજ પ્રત્યેક દિન આઝાદીના ઘડવૈયાઓ ને જીવનગાથા અંગે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વતંત્રતા દિવસના સન્માનમાં 'હર ઘર તિરંગા અભિયાન'
આવનારા સ્વતંત્રતા દિવસ પર ગામ અને મહોલ્લા નું દરેક રહેઠાણ આપણા દેશનું ગૌરવ “તિરંગા” સાથે જોડાય અને આપણા દેશના સ્વતંત્રતા દિવસ ના સન્માનમાં, “હર ઘર તિરંગા અભિયાન” શરૂ કર્યું છે, આ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા harghartiranga.com/ નામની વેબસાઈટ પણ શરૂ કરી છે. વેબસાઈટનો ઉપયોગ કરીને ભારતીયો તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. વ્યક્તિ વર્ચ્યુઅલ રીતે ‘પિન અ ફ્લેગ’ અને ‘સેલ્ફી વિથ ફ્લેગ’ પોસ્ટ કરી શકે છે. એ વિષે બાળકો ને શાળાના આચાર્ય એ માહિતી આપી હતી. બોરું પ્રાથમિક શાળામાં બાળકોના દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાં ના પ્રયાસ સ્વરૂપે ભારત માતાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષક ગણ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...