વાતાવરણમાં ભળ્યો ભક્તિનો રંગ:આવતીકાલથી દશામાનું વ્રત શરૂ, વ્રત પૂર્વે મૂર્તિની ખરીદી માટે બજારોમાં ભક્તોની ભીડ ઉમટી

હાલોલ14 દિવસ પહેલા
  • શ્રાવણ માસ શરૂ થવાના અઠવાડિયા પહેલા શહેરોમાં દશામાંની મૂર્તિઓના સ્ટોલ ઉભા થઇ જતાં હોય છે

શ્રાવણ સુદ એકમ એટલે દશામાંના વ્રતનો આરંભ. મહિલાઓ દ્વારા ઘર માં સુખશાંતિ જળવાઈ રહે અને ગ્રહદશા સુધરે એ હેતુ થી દસ દિવસનું દશા માં નું વ્રત રાખવામાં આવતું હોય છે. જેના પગલે હાલોલના બજારોમાં મૂર્તિની ખરીદી કરવા ભક્તોની ભીડ ઉમટી હતી. શ્રાવણ માસ શરૂ થવાના અઠવાડિયા પહેલા શહેરોમાં દશામાંની મૂર્તિઓના સ્ટોલ ઉભા થઇ જતાં હોય છે અને ગ્રામીણ વિસ્તાર માંથી મહિલાઓ આવી મૂર્તિ પસંદ કરે છે, મૂર્તિનો શૃંગાર પસંદ કરે છે અને બુકીંગ કરાવી મૂર્તિ ને સાજ શણગાર કરાવી ઘરે લઈ જાય છે.

વાતાવરણ ભક્તિમય બનશે
ગ્રામીણ મહિલાઓમાં દશામાં ના વ્રત નું આગવું મહત્વ જોવા મળતું હોય છે, ગ્રામ્ય વિસ્તાર માં લગભગ તમામ ઘરોમાં માતાજીની પધરામણી કરી દસ દિવસ પૂજા અર્ચના કરવામાં આવતું હોય છે, ઘર ની મહિલાઓ વ્રત દરમ્યાન ઉપવાસ રાખતી હોય છે. અને પાછલી પેઢી માં ધાર્મિકતા બની રહે એ રીતે ઘર શેરી અને ગામનું વાતાવરણ ભક્તિમય બનાવતી હોય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં માતાજી ના ભજનો ગુંજશે
દસ દિવસ ના વ્રત માં અમાસ ના દિવસે માતાજીની સ્થાપના કરવામાં આવે છે, સવારે સાંજે માતાજીની આરતી પૂજા કરવામાં આવે છે, દિવસ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં માતાજી ના ભજનો ગુંજતા રહે છે. નવ દિવસ સતત ઉપવાસ અને પૂજા પછી રાત્રે માતાજીનું જાગરણ કરી મહિલાઓ દસ માં દિવસે માતાજી ને લઈ નજીક આવેલા નદી ના પાણી માં વાજતે ગાજતે વિસર્જન કરવા જાય છે. દશા સુધરશે એવી આશા સાથે ખૂબ શ્રધ્ધાભેર વ્રત કરતી મહિલાઓ દરેક મહિલાઓ ને વ્રત કરવા આહવાન કરતી જોવા મળે છે, માતાજીમાં શ્રદ્ધા રાખી દસ દિવસ પૂજા અર્ચના કરવામાં આવતા તેનું ફળ અચૂક મળતું હોવાનું મૂર્તિ લેવા આવેલી મહિલાઓની શ્રદ્ધા બોલી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...