પંચમહાલ જિલ્લાના હાલોલના કંજરી રોડ પરની એક સોસાયટીમાં શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના કથાકાર વિનોદ પંડ્યાના મુખે રજૂ થનારી ધાર્મિક કથા પહેલા આયોજકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે યજમાનો સાથે પોથી યાત્રામાં શ્રોતાઓ પણ જોડાયા હતા.
10 જાન્યુઆરી સુધી કથાનું શ્રોતાઓ શ્રવણ કરશે
હાલોલ શહેરમાં કંજરી રોડ ઉપર આવેલી ઉમા સોસાયટીમાં આજથી શ્રીરામ ચરિત માનસ કથાનો શુભારંભ થયો હતો. અમદાવાદના કથાકાર વિનોદ પંડ્યા આગામી 10મી જાન્યુઆરી સુધી કથા વાંચન કરશે. દરરોજ બપોરે 2 કલાકથી 5 કલાક સુધી શ્રી રામ કથાનું વાંચન કરવામાં આવશે. ત્યારે કથા વાંચન શરૂ કરતાં પહેલાં આયોજક મહેન્દ્ર મહારાજે કથાકારની હાજરીમાં પોથીયાત્રા કાઢી હતી. યજમાન અભય વ્યાસ અને ચિરાગ ચૌહાણના પરિવાર તથા શ્રીતાઓ સાથે વાજતે ગાજતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી. હાલોલની ઉમા સોસાયટીના કેશવપાર્ક કોમન પ્લોટમાં આગામી 10 જાન્યુઆરી સુધી શ્રીરામ ચરિત માનસ કથાનું શ્રીતાઓ શ્રવણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.