હાલોલની વિવાદિત બહુચર્ચિત શિવાશિષ પાર્કમાં ભાડાની દુકાનમાં બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી મહિલા રાનીબેન ગુરદીપસિંગ જટને સુભાષ પરમાર અને કમલેશ પટેલે પોતે શિવાશિષ પાર્કના રવિ કન્સ્ટ્રક્શન ડેવલોપર્સના માલિક કે દુકાન વેચાણ કરવાના પાવર ન હોવા છતાં મહિલાને વિશ્વાસમાં લઇ રૂા. 13 લાખમાં દુકાન વેચ્યાનો મૌખિક કરાર કરી આપી મહિલા પાસેથી રૂા.11.70 લાખ પડાવી લઈ વિશ્વાસઘાત ઠગાઈ કરી હતી. આથી પીડિત મહિલાએ હાલોલ શહેર પોલીસ મથકમાં સુભાષ પરમાર અને કમલેશ પટેલ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરીયાદ સામે હાલોલ કોર્ટમાં સુભાષ પરમાર દ્વારા આગોતરા જામીન અરજી કરાઈ હતી. જામીન અરજીની સુનવાઈ થતા પોલીસે કરેલ સોગંદનામા આરોપી સુભાષ પરમાર અને કમલેશ પટેલ વિરુદ્ધ અગાઉ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઇ હોય અને રીઢા ગુનેગાર હોવાનું જણાવતા કોર્ટે સરકારી વકીલની દલીલોના અંતે સુભાષ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી દેતા પોલીસે શોધખોળ આદરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.