આયુષ મેળાનું આયોજન:હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુર્વેદ સારવાર નિદાન કેમ્પ યોજાયો, આયુષ પદ્ધતિથી સારવાર ઉપર ભાર મૂકવામાં આવ્યો

હાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 'આઝાદીનું અમૃત મહોત્સવ' અને 'હરદિન હરઘર આર્યુવેદ' અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ તથા સરકારી આર્યુવેદ હોસ્પિટલ પોપટપૂરા દ્વારા આયોજિત આયુષ નિદાન સારવાર કેમ્પ તથા આયુષ મેળો સ્થાનિક ધારાસભ્યની અઘ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતનાં પ્રમુખ, જિલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખ, હાલોલ નગર પાલિકા નાં પૂર્વ પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આયુષ નિદાન સારવાર કેમ્પ તથા આયુષ મેળાની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. શાળાના નાના બાળકો દ્વારા સ્વાગત ગીત રજુ કરી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત આર્યુવેદિક ડોકટર દ્વારા રોગોના નિદાન માટે દરેકના ઘરમાં આર્યુવેદ દવા ઉપલબ્ધ છે. જેને ઉપયોગ કરી આપણે કેવી રીતે સ્વસ્થ રહીએ એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત દિનચર્ચા, ઋતુચર્ચા, યોગ નિર્દશન, વન ઔષધી, રસોડાના ઔષધોનું પ્રદશન કરવામાં આવ્યું હતું. જ્યારે આર્યુવેદિક ઓ.પી.ડી, વૃધ્ધાવસ્થા જન્ય વિકારો, ડાયાબિટીસ અને ચામડીના રોગો, હોમિયોપેથીક સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આયુષ પદ્ધતિથી ઈલાજમાં સાંધાના દુઃખાવામાં અગ્નિકર્મથી સારવાર, પંચકર્મ સારવારનું જીવંત નિર્દશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...