હાલોલની કલરવ શાળાના ભૂલકાઓએ ઉતરાયણના તહેવારની ઉજવણી કરી હતી. શાળા ટ્રસ્ટી મંડળ અને શિક્ષકો સાથે નાના બાળકોએ ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. શાળાને પતંગો અને ઉતરાયણમાં વપરાતી ચીજ વસ્તુઓથી શણગારવામાં આવી હતી. તો બાળકોએ શાળા પરિસરમાં પતંગો લઈ દોડાદોડી પણ કરી હતી. શાળાના શિક્ષકોએ બાળકોને ઉતરાયણનું મહત્વ સમજાવ્યું હતું.
શહેરની કલરવ શાળાના શિક્ષકોએ આજે બાળકો સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી. બાળકો ઉતરાયણનું મહત્વ સમજે તે માટે શાળાને પતંગ દોરા, માસ્ક, પીપૂડા, અને પતંગ ચિત્રો દ્વારા સજાવવામાં આવી હતી. શાળાના સંચાલકો દ્વારા બાળકોને ઉતરાયણ સમયે લેવાતા આહાર વિશે સમજ આપી હતી. અને આ સીઝનમાં લેવાતા તલ, ગોળ, શેરડી, ચીક્કી જેવા આહારનું મહત્વ પણ સમજાવ્યું હતું. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કેજી ના બાળકોને શાળા તરફથી પતંગ, દોરી, ચશ્મા, માસ્ક આપી પર્વની ઉજવણી કરાવવમાં આવી હતી. બાળકો પણ અનંદભેર ઉતરાયણની ઉજવણી કરતા જોવા મળ્યાં હતા.
શાળાના ટ્રસ્ટી અને આચાર્ય ડોક્ટર કલ્પના જોશીપુરાએ શિયાળામાં આવતા આ તહેવારમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સારા સ્વાસ્થ્ય માટે ખાદ્ય ખોરાકને સાંસ્કૃતિક અને ધાર્મિક પર્વ સાથે જોડી તે મુજબની આહાર પ્રક્રિયાને અનુસરવા અને તમામ લોકોને આપના જુના પૂર્વજો મુજબનો આહાર તહેવારોની ઉજવણી સાથે લેવા માટે શિક્ષકો અને બાળકોને સૂચન કર્યું હતું. શાળામાં શિક્ષકોએ પણ બાળકો સાથે ઉતરાયણની મજા માણી હતી. નાના બાળકોના શોર અને ઉત્સવ ઉજવણીને લઈ શાળાનું શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.