'આપ'ના મતો સીધા ભાજપની ઝોળીમાં:હાલોલમાં આવતી કાલે અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે; બદલાયેલા સમીકરણોનો લાભ લેવા પ્રયાસ

હાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ વિધાનસભા બેઠક ઉપર આમ આદમીના ઉમેદવારની જીત નિશ્ચિત કરવાના નીર્ધાર સાથે આવતી કાલે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. કેજરીવાલ વડોદરાથી હાલોલ આવશે અને હાલોલ બેઠકના મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ વધારશે. તો હાલોલ શહેરના મતદારોની વચ્ચે જઈ આપના ઉમેદવાર માટે પ્રચાર કરશે.

મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે
હાલોલ વિધાનસભા બેઠક ઉપર પાછલા દિવસો દરમિયાન ભાજપના હરીફ પક્ષ તરીકે કોંગ્રેસમાં ઉમેદવારો બદલવાના જે સમીકરણો રચાયા અને રાતોરાત આ બેઠક માટે જે રીતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા તે જોતા આ બેઠક ઉપર ભાજપની સીધી ટક્કર આમ આદમી અને અપક્ષના ઉમેદવાર સાથે રહેતા આ બેઠક ઉપર આમ આદમી ઉત્સાહી છે. તેથી આ બેઠક ઉપર મતદારોને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે આવનાર છે. આવતી કાલે સાંજે કેજરીવાલ અહીં પહોંચશે. વડોદરાથી કારમાં હાલોલ આવશે. હાલોલ બાયપાસ ઉપર આવેલા કંજરી ચાર રસ્તા ઉપર આપના કાર્યકરો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી હાલોલ એસટી સ્ટેન્ડ પાસે આવેલા આપના કાર્યાલય સુધી કેજરીવાલ રોડ શો યોજી હાલોલ શહેરના મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે.

આપના મતો સીધા ભાજપની ઝોળીમાં
આપના સમર્થકોના સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, કેજરીવાલે પોતે હાલોલના સમીકરણો જોતા અહીં રોડ શો કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરતા આવતી કાલની તારીખ તેઓના આ કાર્યક્રમ માટે નક્કી કરવામાં આવી છે. હાલોલ બેઠક ઉપર ભાજપના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવાર ટક્કર આપે તેવી તમામ સંભાવનાઓ પુરી થઈ જતા આ બેઠક ઉપર ભાજપને રામરામ કરી અપક્ષ ઉમેદવારી કરનાર અને આપના ઉમેદવાર ઘેલમાં આવી ગયા છે. તો આપના હોદ્દેદાર દ્વારા પણ અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા આપના મતો સીધા ભાજપની ઝોળીમાં જાય તેવું દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...