ભાસ્કર વિશેષ:પાવાગઢમાં અન્નક્ષેત્ર - ડોરમેટરી હોલનું ખાતમુહૂર્ત

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાવાગઢમાં અન્નક્ષેત્ર અને ડોટમેટરી હોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ - Divya Bhaskar
પાવાગઢમાં અન્નક્ષેત્ર અને ડોટમેટરી હોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ
  • 12 કરોડના ખર્ચે બે પ્રકલ્પોની પ્રભારી મંત્રીના હસ્તે ખાતવિધિ કરવામાં આવી

પાવાગઢ યાત્રાધામ ખાતે થઇ રહેલ મંદિરના નવિનીકરણ અંતર્ગત પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, ટ્રસ્ટ ના ચેરમેન સુરેન્દ્રભાઈ પટેલ, હાલોલ ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમારે અંદાજે રૂા.12 કરોડના ખર્ચે નિર્માણ થનાર બે પ્રકલ્પ એવા માતાજી મંદિરના પગથીયા પાસે દુધીયા તળાવ નજીક અન્નક્ષેત્ર જયા એક સાથે પાંચસો માણસો ભોજન લઇ શકશે.

તેમજ ડોરમેટરી હોલનું ખાતમુર્હુત જિલ્લા કલેકટર સુજલ મયાત્રા,જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, ડીસીએફ એમ એલ મીના, હાલોલ પ્રાંત બાલમુકુંદ રઘુવંશી, ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલની ઉપસ્થતિમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર સહિત મહાનુભાવોએ પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના મંદિરમાં માતાજી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...