છપ્પન ભોગ:કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે ગણેશજીને અન્નકૂટ ધરાવાયો; ભક્તોએ દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો

હાલોલ19 દિવસ પહેલા

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામે લીમડા ચોક પાસેના ગણેશજીને આજે અગિયારસના દિવસે અન્નકૂટનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. સાંઈ યુવક મંડળ દ્વારા અહીં ગજાનન મહારાજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સાંઈ યુવક મંડળના યુવાનો અને નગરજનો ભક્તિભાવ પૂર્વક અહીં ગણપતિની પૂજા કરી રહ્યાં છે.

કાલોલના ડેરોલ સ્ટેશન ગામના લીમદાચોક ફળિયાના ગણેશજીને આજે અગિયારસના શુભ દિવસે અન્નકૂટનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. છપ્પન ભોગની પ્રસાદી ચડાવી ગણેશજીના આશીર્વાદ નગરજનોએ લીધા હતા. તો યુવક મંડળના યુવકો નગરજનોમાં સહકારથી ગણપતિની પૂજા અર્ચના કરી રહ્યા છે. નાનકડા ગામમાં દસ દિવસ માટે બેસાડવામાં આવતા ગણેશજીને આજે અન્નકૂટ ધરાવવામાં આવતા ભક્તોએ ગણેશજીના દર્શનની સાથે પ્રસાદીનો લાભ લીધો હતો.

મોટા શહેરોમાં પાંચમા દિવસથી ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે નાના ગામડાઓમાં ગણેશજીની સંપૂર્ણ દસ દિવસ સુધી પૂજા કરવામાં આવતી હોય છે. ડેરોલ સ્ટેશન ખાતે પણ દસ દિવસ બાદ ગણેશજીની વિસર્જન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...