હાલોલ તાલુકાના ગામડાઓમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લોકોને પ્લાસ્ટિકના મર્યાદિત ઉપયોગ વિશે જાગૃત કરવા માટે એક નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 'કર્તવ્ય ઇકો ફ્રેન્ડલીની પહેલ' નામે આ પ્રોજેકટ હાલોલ બ્લોકના 11 ગામમાં આખું વર્ષ ચાલશે. આ પ્રોજેક્ટ હેઠળ પ્લાસ્ટિક એકત્ર કરીને રિસાયકલ કરવામાં આવશે. પ્રોજેક્ટ ગામડાઓમાંથી પ્લાસ્ટિકનો કચરો ઘટાડશે અને લોકોને પર્યાવરણ પર પ્લાસ્ટિકની અસર વિશે પણ જાગૃત કરશે.
પ્રાથમિક શાળાઓ સક્રિય ભાગીદાર બનશે
વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટ સાથે આ પ્રોજેકટમાં ટીંબી, અભેટવા, જેપુરા, તરખંડા, ઇટવાડી, વિઠ્ઠલપૂરા, ચાંપાનેર, તલાવડી, કડાચલા, રવાલિયા અને વિટોજ ગામોની સરકારી પ્રાથમિક શાળાઓ સક્રિય ભાગીદાર બનશે અને બાળકોને ઇકો ચેમ્પિયન બનાવવાની નેમ રાખશે. આ પ્રોજેકટ ખુલ્લો મુકતા પૂર્વ મંત્રી હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, પંચમહાલ જિલ્લાના જીપીસીબી આરઓ જે.એમ.મહિડા, હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ ટીંબીના સરપંચ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટના મનીષ કોઠારી અને નિહાર અગ્રવાલ પણ હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.