બાંધકામનું ઇ-ખાતમુહૂર્ત કરાયું:જાંબુઘોડામાં ખેડૂતો માટે 16 કરોડના ખર્ચે 20 હેક્ટર જમીનમાં અદ્યતન પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ નિર્માણ પામશે

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આજે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં ખેડૂતો સાથે બાગાયત પાક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પાયેલના હસ્તે પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરના બાંધકામનું ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકભાઇ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર દ્વારા બાગાયત પાક પરિસંવાદ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ જાંબુઘોડા ખાતે આવેલા મહાત્મા ગાંધીભવન ખાતે યોજવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા કરવામાં આવતી ખેતીની પદ્ધતિમાં સુધાર લાવવા અને ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયત પાક લેતા થાય તે પ્રયાસના ભાગ રૂપે બાગાયત પાક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક, હાલોલ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ મહામંત્રીએ ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ખેડૂતોને ખેતીમાં પડતી મુશ્કેલીઓ, પોષણક્ષમ ભાવ તથા રોકડીયા પાક અંગે ચર્ચા કરવામાં આવી.

2004માં મુખ્યમંત્રી નારેન્દ્રમોદી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ કૃષિમહોત્સવથી જ ખેત પદ્ધતિ અને બાગાયત પાકો ઉપર ભાર આપવામાં આવ્યો હતો. આજે 18 વર્ષ જેટલા સમયમાં ઘણા ખેડૂતો રોકડીયા પાકો લેતા થયા છે. ત્યારે વધુને વધુ ખેડૂતો બાગાયત તરફ વળે એ ઉદેશથી ખેડૂતો માટે ખંડીવાવમાં આવેલ ખેતીવાડી વિભાગની 20 હેક્ટર જમીનમાં આવેલ ફાર્મમાં પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ નિર્માણ પામશે. 16 કરોડના ખર્ચે ખેડૂતો માટે ઉભા થનારા અદ્યતન પ્રોસેસિંગ સેન્ટરમાં કોલ્ડસ્ટોરેજ સહિત અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. આજે મુખ્યમંત્રી દ્વારા પ્રોસેસિંગ યુનિટના બાંધકામનું પણ ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...