...હાશ! હવે શાંતિ:જાંબુઘોડાના પનિયાર ગામે 11 ફૂટ લાંબા મગરનું ત્રણ દિવસે રેસ્ક્યૂ કરાયું, ગ્રામજનોએ રાહત અનુભવી

હાલોલ2 મહિનો પહેલા

જાંબુઘોડા અભ્યારણમાં આવેલા પણીયારા ગામે કોતરમાં દેખાયેલ મગરને સતત પ્રયાસો પછી ત્રીજા દિવસે પકડી પાડવામાં આવતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો. ગત શનિવારના રોજ મગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને જાંબુઘોડા વન વિભાગ ને જાણ કરતા મગર ને રેસ્ક્યુ કરવા ની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જાંબુઘોડા અભ્યારણમાં આવેલા પણીયારા ગામ ના કોતર માં મગર હોવાની જાણ જાંબુઘોડા વન્ય પ્રાણી વિભાગ ના રેન્જ ઓફિસર મનોજ તાવીઆડ ને થતા તેઓ એ ટીમ મોકલી ખાતરી કરાવતા કોતર માં મગર જોવા મળતા સ્થાનિક ગ્રામજનો માં ભય ન ફેલાય તે માટે તુરંત મગર રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાવવમાં આવી હતી. પરંતુ લોકટોળા એકત્ર થતા ઘોંઘાટ ને કારણે મગર હાથ લાગ્યો ન લાગતા રાત્રી દરમ્યાન પણ રેસ્ક્યુ ઓપરેશન ની કામગીરી કરવામાં આવી હતી, બીજા દિવસે આણંદ ખાતેથી જીવ દયા ફાઉન્ડેશન અને જાંબુઘોડા ની રેસ્ક્યુ ટીમ સાથે જાંબુઘોડા રેન્જ તથા શિવરાજપુર રેન્જ નો સ્ટાફ તેમજ જાંબુઘોડાના સ્નેક માસ્ટર પંકજ પરમાર તથા તેમના સાથીદારો નો કાફલો મગર રેસ્ક્યુ કરવામાં જોડાતા આખરે મગર ને પકડી પાડવામાં સફળતા મળી હતી.

11 ફૂટ લાંબા મગર ને પકડી પાડી સલામત સ્થળે છોડવાની કામગીરી વન અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતા સ્થાનિક રહીશો એ જાંબુઘોડા, શિવરાજપૂર વન વિભાગ અને જીવદયા સંસ્થા નો આભાર માન્યો હતો. ચોમાસા દરમ્યાન નર્મદા નહેર માંથી અને દેવ ડેમ માંથી મોટી સંખ્યા માં મગરો આજુબાજુ ના તળાવો અને કોતરો માં જતા રહેતા ગ્રામ્ય વિસ્તારો ના લોકો માં ભય જોવા મળી રહ્યો છે, જ્યાં મગર દેખાય છે ત્યાં થી વન વિભાગ તેને પકડી પુનઃ મોટા જળાશયો માં છોડી મુકવાની કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...