ધરપકડ:હાલોલમાં મહિલાના ગળામાંથી ચેઇનની લૂંટનો આરોપી ઝડપાયો

હાલોલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ શહેર પોલીસ મથકે બે લૂંટારા સામે ફરિયાદ નોંધાવાઇ હતી

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર ચિતોડ દાલબાટી હોટલ પાસે 28 ઉદ્યોગનગર ખાતે રહેતા કલ્પનાબેન ધનપાલસિંહ રવિવારે રાત્રે જમીને વોકિંગ કરવા કાલોલ રોડ તરફ નીકળ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલ બે લૂંટારુઓએ કલ્પનાબેનને નીચે પાડી દઇ મોઢા પર માર મારી ગળામાં પહેરેલ દોઢ તોલા સોનાની ચેનની લૂંટ કરી ભાગવા જતા લોકો દોડી આવતા લૂંટારુંએ ઝપાઝપી કરતા ચેનનો અડધો ભાગ કલ્પનાબેનના હાથમાં રહી જતા બાકીનો ભાગ લૂંટી લૂંટારા ફરાર થઇ ગયા હતા.

હાલોલ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મંગળવારની સાંજે લૂંટમાં સંડોવાયેલ એક લૂંટારું હાલોલ વડોદરા રોડ પર આવેલ સ્કવેર મોલ પાસે હોવાની માહિતી મળતા પોલીસે લૂંટારું ઈસમ ને ઝડપી પાડી પોલીસ મથકે લવાયો હતો. જ્યાં પ્રાથમિક પૂછપરછ માં ઝડપાયેલા લૂંટારુએ પોતાનું નામ અંનુ દોઢાભાઈ કોલ રહે મહારાજા સોસાયટી પાછળ હાલોલ અને મૂળ રહે રેગવન થાના અમદરા તા.મેદર મધ્યપ્રદેશનું હોવાનું જણાવ્યું હતું.

અને હાલોલ વડોદરા રોડ પર આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછપરછમાં ઝડપાયેલ અારોપીના દમણ ખાતે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળેલ છે. કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે તેવુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...