આગ:હાલોલના છાન તલાવડીમાં બે ભાઇઓના મકાનમાં આકસ્મિક આગ, ઘરવખરી ખાખ

હાલોલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી : હાલોલ ધારાસભ્યએ પરિવારને શાંત્વના પાઠવી

હાલોલના છાન તલાવડી ગામે ટેકરા ફળીયામાં રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા સુરેશ કેસરભાઈ અને મેલાભાઈ કેસરભાઈ ના પરિવારોના સભ્યો બપોરે ખેતરમાં શાકભાજી કરી હોય ખેતરમાં લણવા ગયા હતા. દરમિયાન એકાએક મકાનમાંથી ધુમાડાના ગોટા દેખાતા પરિવારજનો ઘર પાસે દોડી આવ્યા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બન્ને મકાનો આગની લપેટ માં આવી ગયા હતા. હાલોલ ફાયર બ્રિગેડને આગના બનાવની જાણ કરાતા ફાયરની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી.

જ્યા આવતા એક કલાક ઉપરાંતનો સમય થતા આગે તેનું કામ પૂરું કરી દીધું હતું. આગની ઘટનામાં બન્ને મકાનોમાં ઘાસના પૂડા, સોના ચાંદીના દાગીના, રોકડ સહિત અનાજ પાણી કપડાં તિજોરીઓ બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થતા પરિવારો માટે ઉપર આભ અને નીચે જમીન જેવું નિર્માણ થયું હતું. આગમાં તમામ ચીજ વસ્તુઓ બળીને ખાક થઈ જતા પરિવારને જીવન નિર્વાહ કેવી રીતે કરવો એ મોટો પ્રશ્ન બની ને રહી ગયો છે. બનાવની જાણ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અને અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી સરકારમાંથી વહેલી તકે સહાય મળે તેવા પ્રયાસો કરાશેનો દિલાસો આપ્યો હતો. બીજી તરફ હાલોલ વહીવટીતંત્ર આગની ઘટનાના કલોકો પછી ઘટના સ્થળે પોહચ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોએ આગમાં બધુજ ગુમાવ્યું છે. પરિવાર પાસે બે ટાઇમ જમવા રહેવાની પણ આશા નથી. ત્યારે તંત્ર દ્વારા પરિવારોને તાત્કાલિક કોઈજ સહાયની જાહેરાત ન કરાતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. સેજાના તલાટી અને તાલુકાના અધકારીઓએ માત્ર મોડી રાત સુધી અસરગ્રસ્ત પરિવારોની પૂછ પરછ કરી દિલાસા આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...