પંચમહાલ એલસીબી પોલીસના પી.આઇ. જે.એન.પરમાર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને બનતા અટકાવવા તેમજ બનેલા વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવાની કવાયતમાં લાગેલા હતા. તે દરમ્યાન અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે તા.6 જુન 2022 ના રોજ ઘોઘંબાની વરીયા હાઇસ્કુલ પાસેથી એક બાઇકની ચોરી થવા પામેલ છે.
જે ચોરીની બાઇક ઘોઘંબા તાલુકાના કાંટાવેડા ગામે ફાટા ફળિયામાં રહેતા રમેશભાઇ સનસિંહ પરમારે ચોરી કરેલ છે. અને તે બાઇક લઈને હાલોલના પાવાગઢ રોડ ખાતે આવેલ કાળીભોંય ત્રણ રસ્તા ખાતે ઉભેલ છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબીના પીએસઆઇ આઈ. એ. સિસોદિયા અને એલસીબી પોલીસ ટીમે હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ કાળીભોંય ત્રણ રસ્તા ખાતેથી બાતમીવાળા રમેશભાઇ સનસિંહ પરમારને બાઇક સાથે ઝડપી પાડયો હતો. અને રાજગઢ પોલીસ મથકમાં નોંધાયેલાં મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી આરોપીને મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જેમાં ઝડપાયેલા આરોપીને રાજગઢ પોલીસ મથકે સોંપવા માટેની એલસીબી પોલીસે કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.