વિધાનસભાની ચૂંટણીઓ સામે આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો ઉપર ભાજપને સીધી ટક્કર આપવાના નીર્ધાર સાથે આપના કાર્યકરો સક્રિય બન્યા છે. આપના કાર્યકરો દરેક વિધાનસભા ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારોમાં જઈ આમ પ્રજા સાથે સીધો સંવાદ કરી કરી રહ્યાં છે અને અનવનારી ચૂંટણીઓના એજન્ડાનો પ્રચાર કરી રહ્યાં છે.
કાલોલ બેઠકના પ્રચાર માટે રણનીતિ તૈયાર કરાઈ
આજ રોજ કાલોલ વિધાનસભા વિસ્તારમાં પાર્ટી દ્વારા સૂચિત કાર્યક્રમોના આયોજન કરવા બાબતે આપના કાર્યકરો એકત્ર થાય હતા જેમાં કાલોલ વિધાનસભા બેઠકના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને ચર્ચા કરાઈ હતી. આપનું કહેવુ છે કે, લોકો ભાજપ સરકારના કામો અને નિતીઓથી ખુબ નારાજ થયા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ત્યારે સામાન્ય જનતાનું આર્થિક જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. જનતાની માનસિકતા પરિવર્તન લાવવા સુધી પહોંચી છે. તો સરકાર બદલવા શું કરવું જોઈએ, તેઓનો મતનું મૂલ્ય સમજાવવા, સરકારની કામગીરી કેવી હોવી જોઈએ, સરકાર બદલાય તો ગુજરાતમાં શું પરિવર્તન આવે, સામાન્ય જનતાના જીવનમાં કેવો બદલાવ આવી શકે. તેવી તમામ બાબતો લોકો વચ્ચે જઈને જણાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા તમામ વિધાનસભા બેઠક પર અનેક કાર્યક્રમો કરવામાં આવનાર હોવાનું ચર્ચાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.