દુર્ઘટના:તાડફળી પાડવા ચઢેલા યુવકનો કમરનો પટ્ટો ઝાડના પાઠામાં ફસાઇ જતાં મોત

હાલોલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલોલના તાજપુરાની ઘટના : ફાયર ફાઇટરોએ રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યો
  • યુવકને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલાતા મૃત ઘોષિત કરાયો

તાજપુરા ગામે ખેતરમાં તાડના ઝાડ પર તાડફળી પાડવા માટે ચઢેલા પુરુષના કમરમાં પટ્ટો બાંધી પટ્ટામાં પાળિયુ ભરાવી તાડ પર ચઢેલા ઇસમનો કાબુ ખોવાતા ઝાડ પર લટકી જતાં હાલોલ ફાયર ફાઇટરની ટીમના જવાનો દ્વારા રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યો હતો. જોકે તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલતા ફરજ પરના તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો. હાલોલ તાલુકાના વાંસેતી ખાતે રહેતા દિલીપભાઈ રામાભાઇ ચૌહાણ ઉં.વર્ષ 39 તથા ગામમાં જ રહેતા કરણ અર્જુનભાઈ પરમાર અને પૃથ્વીરાજ રમણભાઈ પરમાર સાથે તાજપુરા ગામે એક ખેતરમાં તાડના ઝાડ પરથી તાડફળી ઉતારવા માટે ગયા હતા.

જેમાં દિલીપભાઈ કમરે પટ્ટો બાંધી પટ્ટામાં પાળિયુ ભરાવી તાડના ઝાડ પર ચઢ્યા હતા. જેમાં ઝાડ પરથી તાડફળી પાડતી વખતે કોઈ કારણોસર દિલીપભાઈએ કાબુ ગુમાવતા કમરે બાંધેલા પટ્ટામાંનું પાળિયુ તાડના પાઠામાં ભરાઈ જતાં દિલીપભાઈ ઝાડ પર લટકી જવા પામ્યા હતા. દિલીપભાઈને તાડના ઝાડ પરથી ઉતારવા કરણભાઈ તાડના ઝાડ પર ચડ્યા હતા.

જોકે ખુબજ પ્રયત્નો બાદ પણ દિલીપભાઈને તાડના પાઠામાંથી બહાર ન કાઢી શકાતા તાત્કાલિક હાલોલ ફાયર ફાઇટરની ટીમને જાણ કરાતા ફાયર ફાઇટરની ટીમના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને તાડના ઝાડ પરથી દિલીપભાઈને નીચે ઉતારવા માટેનો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. હાઈડ્રોકેન નિસરણીની મદદથી ભારે જહેમત બાદ દિલીપભાઈને નીચે ઉતારવામાં આવ્યા હતા. અને 108 દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. હાલોલ પોલીસે મૃતક દિલીપભાઈના પિતા રામાભાઈ રયજીભાઈ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસ ચોપડે અસાધારણ મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...