કાલોલ હાઉસિંગ સોસાયટીના હોલમાં આજે ઇ-એફઆઈઆરની માહિતી આપવા માટેના વર્કશોપનું આયોજન પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ઇ-એફઆઈઆર અંહી જાણકારી મેળવી હતી.
મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી જ ફરિયાદ નોંધાઈ જશે
કાલોલ ખાતે આજે સાંજે પંચમહાલ પોલીસ દ્વારા ઇ-એફઆઈઆરની માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચે અને બહોળી સંખ્યામાં લોકો તેનો ઉપયોગ કરે એ હેતુથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલોલ ડીવાયએસપી રાઠોડ, કાલોલ પોસઇ ડો.ઠાકોર સહિત કાલોલ પાલિકાના પ્રમુખ સાથે તાલુકાના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. કાલોલ પોસઇએ તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ-એફઆઈઆર સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યાં સંજોગોમાં કરવો એ અંગે જાણકારી આપી હતી. વાહન ચોરી, મોબાઈલ ચોરી જેવી ઘટનાઓમાં પ્રજાએ હવે પોલીસ મથકના ચક્કર લગાવવા નહીં પડે બસ મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી જ ફરિયાદ નોંધાઈ જશે.
પોલીસ દ્વારા ઇ-ફરિયાદતની યોગ્ય તપાસ પણ થશે
આમ જનતા આવા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ મથકમાં ચક્કર લગાવવા છતાં પોલીસ દ્વારા માત્ર અરજીઓ જ લેવામાં આવતી હતી. જેની તપાસ સુદ્ધા કરવામાં આવતી ન હતી અને ફરિયાદી અનેક ધક્કા પોલીસ મથકના ખાતો તો પણ તેની ફરિયાદ નોંધાતી ન હતી. જેથી આ સેવાથી પ્રજા હવે પોતાની ઇ-ફરિયાદ ઘરે બેઠા નોંધાવી શકશે અને પોલીસ દ્વારા તેની યોગ્ય તપાસ પણ થશે. ઇ- એફઆઈઆરથી પોલીસના માથે ભરણ વધશે. હાલ લગભગ પોલીસ મથકમાં મંજુર મહેકમ જેટલો સ્ટાફ નથી. અને તેમાંય કેટલોક સ્ટાફ તો રાજકીય આગેવાનોના બંદોબસ્તમાં રોકાયેલો રહે છે. એટલે આ સેવા પોલીસ માટે શરદર્દ સમાન બની રહેશે. ઓછા સ્ટાફને કારણે તપાસમાં પણ વિલંબ થશે અને કાયદો વ્યવસ્થા પણ પ્રભાવિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.