પિતા અને પુત્રી ગંભીર રીતે ઘવાયા:હાલોલમાં વાવાઝોડું ફૂંકાતા એક વૃક્ષ વીજ થાંભલા સાથે ધરાસાયી થયું; થાંભલા નીચે દબાયેલા ઇજાગ્રસ્ત પિતા-પુત્રીને સારવાર અર્થે ખસેડાયા

હાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલમાં સાંજે બદલાયેલા વાતાવરણને પગલે ભારે હવા અને વાવાઝોડું આવતા પાવાગઢ રોડ પર આવેલા ટીંબી પાટીયા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થવાને કારણે વીજ થાંભલા ઉપર તૂટી પડતા વિવિધ થાંભલા પડવાને કારણે બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેને પગલે બંનેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાઈ જવામાં આવ્યા હતા.

હાલોલ શહેરમાં સમી સાંજે અચાનક બદલાયેલા વાતાવરણને પગલે ભારે વાવાઝોડું આવતા પાવાગઢ રોડ પર આવેલા ટીંબા પાટીયા નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ વીજવાયરો ઉપર પડતાં વીજ થાંભલાઓ પણ તૂટી પડ્યા હતા. આ થાંભલાઓ નજીક છુપડામાં રહેતા એક પરિવારના બે સભ્યો ઉપર પડતા બંને ઘવાયા હતા. પિતા અને પુત્રીને ઇજાઓ થતા બંનેને સારવાર અર્થે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

થાંભલાને કારણે ઇજાગ્રસ્ત થયેલા પિતા અને પુત્રીને આજૂબાજૂથી દોડી આવેલા લોકોએ બચાવ્યા હતા અને 108 ઇમર્જન્સી સારવારને ફોન કરીને એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે ખસેડ્યા હતા. સાંજે આ સમગ્ર વિસ્તારમાં વરસાદી વાતાવરણનો માહોલ બન્યો હતો અને ભારે પવન સાથે વાવાઝોડું આવતા ધૂળની ડમરીઓ ઉડી હતી.

અન્ય સમાચારો પણ છે...