મસવાડ GIDCમાં આગ:હાલોલમાં કાચી ઝૂંપડીમાં ચાલતી દુકાન આગ લાગતા ભડકે બળી; ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલાં દુકાન સ્વાહા

હાલોલ14 દિવસ પહેલા

હાલોલ ઔદ્યોગિક વસાહતમાં રોડની બાજુમાં એક ઝૂંપડામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. હાલોલ ફાઇટર ફાયર ઘટના સ્થળે પહોંચે એ પહેલાં ઝૂંપડું આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી, જોકે ઝુંપડામાં નાના છૂટક સામાન પડીકાની દુકાન ચાલતી હોય સમાન બળી જવા પામ્યો હતો.

ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલા દુકાન સ્વાહા
આજે બપોરે હાલોલના મસવાડ ઔદ્યોગિક વસાહતમાં રોડની બાજુમાં ઝૂંપડું ઉભું કરી પાન પડીકાની છૂટક દુકાનમાં આગ લાવતા દોડધામ મચી હતી, આગ જીઆઇડીસીની કોઈ કંપનીના યુનિટમાં લાગી હોવાની અફવા ફેલાતા લોકટોળા ઔદ્યોગિક વસાહતમાં એકત્ર થયા હતા, હાલોલ પાલિકાના અગ્નિશામક દળ બનાવના સ્થળે પહોંચે એ પહેલાં જ માલ સમાન સાથે ઝૂંપડું આગમાં સ્વાહા થઈ ગયું હતું.

આગ લાગતા અન્ય દુકાનોમાં નાસભાગ મચી
આગ લાગવાની સાથે નજીક અન્ય કાચા ઝૂંપડાઓ માં ધંધો ચલાવતા લોકોમાં નાસભાગ મચી હતી. આજુ-બાજુના દુકાન ધંધાના માલિકો આગ વધુ પ્રસરે અને તેઓના ઝૂંપડામાં આવી જાય એ પહેલાં સમાન હટાવવાના ધંધે લાગી ગયા હતા. સ્થાનિક લોકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી હતી. જેથી આજુબાજુના રહીશોને રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...