જાંબુઘોડામાં બપોરે વાતાવરણ બદલાયું:વરસાદી ઝાપટું આવતા ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ; લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી

હાલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાંબુઘોડા વિસ્તારમાં બપોર પછી વાતાવરણ પલટાયું હતું. બપોરે બે વાગ્યા પછી વાદળછાયા વાતાવરણ અને પવન વચ્ચે વરસાદી ઝાપટું આવી જતાં લોકોએ ભર ગરમીમાં ચોમાસાની ઋતુનો અહેસાસ કર્યો હતો.

જાંબુઘોડા વિસ્તારમાં આજે બપોરે અચાનક વાતાવરણ બદલાયું હતું અને જોરદાર વરસાદ આવી જતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. તો ખેડૂતો પોતાના પાકને લઈ ચિંતિત બન્યા હતા. છેલ્લા બે દિવસથી વરસાદી આગાહી હોવાથી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદી ઝાપટું આવી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લોકોએ ભર ઉનાળે ચોમાસાની ઋતુનો અહેસાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...